Published by : Rana Kajal
દિવાળીના અવસર પર ભારતને વધુ એક મોટી દિવાળીની ભેટ મળી છે. ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. બ્રિટનના વડાપ્રધાન તરીકે ભારતીય મૂળના નાગરિકની પસંદગી કરવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે. સુનકને અડધાથી વધુ બ્રિટિશ સાંસદોએ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટ્યા છે. બોરિસ જોન્સનના રાજીનામાથી સુનક વડાપ્રધાન પદની રેસમાં હતા, પરંતુ તેમને લિઝ ટ્રસના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં ટ્રસને રાજીનામું આપવું પડ્યું અને ત્યારબાદ સુનકે ફરીથી પીએમ પદ માટે દાવો રજૂ કર્યો.
‘જો ભારતને આઝાદ કરવામાં આવશે તો સત્તા ગુંડાઓ અને મફતિયાઓના હાથમાં આવી જશે. બધા ભારતીય નેતાઓ ભુસાના પુતળા જેવા ખૂબ જ નબળા હશે.’ આવા શબ્દો ક્યારેક બ્રિટિશના પ્રધાનમંત્રી વિંસ્ટન ચર્ચિલે ભારતની આઝાદીના વિરોધમાં કહ્યા હતા. ચર્ચિલે આવું કહ્યું હતું પણ આજની સ્થિતિ જોવો. આજે ભારતીય બ્રિટનના પીએમ છે. હવે વડાપ્રધાન તરીકે બ્રિટિશનો કાર્યભાર ઋષિ સુનક સંભાળશે.