Published by : Rana Kajal
મૂળ ભારતનાં અને હાલ લંડનમાં સ્થાયી થયેલા ડોકટરને પોર્ન વેબસાઈટ બનાવવા અંગે સજા ફટકારવામાં આવી છે…
ભારતીય મૂળના 33 વર્ષીય ડૉક્ટરને લંડનમાં છ વર્ષની સજા ફટકારવામાં આવી છે. તબીબ પર બાળકોના જાતીય શોષણને આધારીત એક ડાર્ક વેબ સાઈટ ચલાવવામાં મદદ કરવાનો આરોપ મૂકાયો હતો. નેશનલ ક્રાઈમ એજન્સી (NCA)એ જણાવ્યું કે, કરીબર ગર્ગને શુક્રવારે વૂલવિચ ક્રાઉન કોર્ટમાં સજા સંભળાવાઈ હતી.
તે ગંભીર નુકસાન નિવારણ આદેશ (સિરિયસ હાર્મ પ્રિવેન્શન ઓર્ડર) આધિન રહેશે અને આજીવન જાતીય ગુનાઓની યાદીમાં સામેલ છે. ગર્ગને આ વર્ષે જાન્યુઆરીમાં આઠ આરોપો માટે દોષિત ઠરાવાયો હતો, જેમાં બાળકોના જાતીય શોષણને પ્રોત્સાહન આપવું, બાળકોની અશ્લીલ તસવીરો બનાવવી અને વિતરિત કરવાના ત્રણ-ત્રણ કેસ અને પ્રતિબંધિત તસવીરો રાખવાનો સમાવેશ થાય છે. કેસની તપાસમાં ગર્ગને ‘ધ એનેક્સ’ નામની વેબસાઈટના મોડરેટરોમાંથી એક તરીકે ઓળખી લેવાયો હતો. આ વેબસાઈટના આખી દુનિયામાં આશરે 90,000 સભ્યો હતા અને તેમાંથી દરરોજ બાળકોના જાતીય શોષણની સામગ્રીની સેંકડો લિંક શૅર કરવામાં આવતી હતી.
એનસીએ અધિકારીઓએ નવેમ્બર 2022માં આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે એક સંયુક્ત ઓપરેશનના ભાગરૂપે ગર્ગની લેવિશમમાં તેના ફ્લેટમાંથી ધરપકડ કરી હતી. તેણે તે સમયે તેના લેપટોપમાં વેબસાઈટ અને મોડરેટર એકાઉન્ટ લોગ-ઈન કરેલું હતું અને લેપટોપમાં તેની સાઈટ ખુલી પડી હતી. NCAના અધિકારીઓએ તેની ડિવાઈસમાંથી ચેટ લોગ જપ્ત કર્યું, જેમાં ગર્ગના એકાઉન્ટથી કરાયેલી પોસ્ટ, મેસેજ અને ફાઈલો મળી હતી. આ બાબત સ્પષ્ટપણે બાળકોમાં તેનો જાતીય રસ હોવાનું અને એક મોડરેટર તરીકે તેની ભૂમિકા દર્શાવે છે. તેના લેપટોપમાંથી બાળકોના જાતીય શોષણ અંગેની 7,000થી વધુ તસવીરો અને વીડિયો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. સાથે જ એવા મેસેજ પણ મળ્યા, જેમાં તે વધુ જવાબદારી અને પહોંચ સાથે સાઈટના મોડરેટર રેન્ક માટે અરજી કરતો અને બઢતી મેળવતો જોવા મળ્યો હતો.
NCAના અધિકારી એડમ પ્રિસ્ટલેએ કહ્યું, ડાર્ક વેબ પર આવી સાઈટ્સના સેંકડો સભ્યો છે, પરંતુ તેમાંથી કેટલાક જ સ્ટાફના સભ્ય બનવા માટે કટિબદ્ધ છે, જેમાં કોઈપણ ચૂકણવી કર્યા વિના ઘણો બધો સમય સમર્પિત કરવાનો સમાવેશ થાય છે. ગર્ગના લેપટોપ પર અનેક આર્ટિકલ્સ અને જર્નલ્સ સામેલ હતા, જે તેણે એક મનોચિકિત્સક તરીકે તેની નોકરીના ભાગરૂપે હાંસલ કર્યા હતા. તેનાથી ખ્યાલ આવે છે કે આ બાળકો પર જાતીય શોષણના મનોવૈજ્ઞાનિક પ્રભાવથી સારી રીતે માહિતગાર હતો. તેમાં ‘યૌવન અને કિશોર કામુક્તા’, ‘ભારતમાં બાળ શોષણ પર અભ્યાસ’ અને ‘બળાત્કારનો પ્રભાવ અને પરિણામ’ જેવા મથાળાવાળા લેખ હતા.