Published By : Parul Patel
ભારતીય લોકો માટે આનંદના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યાં છે. લાખો ભારતીય પ્રોફેશનલ્સએ વિઝારિન્યૂ કરાવવા ભારત આવવું પડશે નહીં. ભારતનાં પીએમ મોદીએ તેમની ચાર દિવસની અમેરિકાની મુલાકાતનું સમાપન વોશિંગટનમાં ભારતીય સમુદાયને સંબોધન કરીને કર્યું હતું.
મોદીએ જણાવ્યુ કે, ભારતીયોનાં H-1B વિઝા હવે અમેરિકામાં જ રિન્યૂ કરી શકાશે. ભારતનાં લાખો પ્રોફેશનલ્સે તેમનાં H-1B વિઝા રિન્યૂ કરાવવા ભારત જવાની જરૂર પડશે નહીં. જેના કારણે ભારતનાં લાખો પ્રોફેશનલ્સને રાહત મળશે. તેમજ આ અંગેનો પાયલોટ પ્રોજેક્ટ ટૂંકમાં શરૂ કરાશે. ભારત અને અમેરિકાની સરકારે નક્કી કર્યું છે કે, ભારતીયોનાં H-1B વિઝા હવે અમેરિકામાં જ રિન્યૂ કરી શકાશે. આ સમાચાર વાયુ વેગે પ્રસરતા ભારતીયોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે…
અત્રે નોંધવું રહ્યું કે, વિઝા રીન્યુ કરવા અમેરિકાથી ભારત આવવું અને વિઝા રીન્યુ કરી પરત ફરવુ એ બાબત સમય અને નાણાંના વ્યય સમાન છે. હવે આ સમસ્યાનો ઉકેલ આવી ગયો છે જોકે તેના વાસ્તવિક અમલીકરણ અંગે હજી રાહ જોવી પડશે એમ જણાઈ રહ્યું છે.