Published By : Patel Shital
- દર 5 સ્ટુડન્ટ વિઝા પૈકી એક ભારતીય વિઝા ભારતીય વિદ્યાર્થીને…
- ભરૂચ જિલ્લામાં આનંદની લાગણી..
એક સમય એવો પણ હતો કે જ્યારે ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકાના સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે ભારે સંઘર્ષ કરવો પડતો હતો પરંતું હવે દિવસો બદલાઈ રહ્યાં છે હાલમાં એવી પરિસ્થિતિ છે કે દર પાંચે એક યુ.એસ. સ્ટુડન્ટ વિઝા ભારતીય વિદ્યાર્થીને મળી રહ્યો છે.
ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગાસેર્ટી એ જણાવ્યુ હતુ કે વર્ષ 2022 માં ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકાના વિઝા સૌથી વધુ વિઝા આપવામાં આવ્યા હતા. સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો વર્ષ 2022 માં 1.15 લાખ ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકાના વિઝા આપવામાં આવ્યા હતા. હાલમાં પણ ભારત ખાતેના અમેરિકા દૂતાવાસ દ્વારા સ્ટુડન્ટ વિઝા દિવસ ઉજવાય રહ્યો છે.
ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ પણ અમેરિકા ખાતે અભ્યાસ કરવા અંગે ખાસ ઈચ્છા ધરાવી રહ્યાં છે ત્યારે હાલની પરિસ્થિતિ ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ હોવાનું જણાઈ રહ્યું છે