Published by : Rana Kajal
ભારતીય શિક્ષણની ખ્યાતિ વિશ્વમાં પણ હોવાના કારણે ખુબ મોટી સંખ્યામાં જુદા જુદા દેશોના વિદ્યાર્થીઓ ભારતમાં અભ્યાસ કરી રહ્યા છે હવે ટૂંક સમયમાં જ વિદેશમાં ભારતીય યુનિવર્સિટીઓના કેમ્પસ ખુલશે ઍવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે….. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) એક મહિનામાં આ અંગે જાહેરાત કરે તેવી સંભાવના છે UGC ચેરમેનના જણાવ્યા અનુસાર એવા ઘણા દેશો છે જે ભારતીય યુનિવર્સિટીઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટે આગળ આવી રહ્યા છે, જેથી તેઓ વિદેશમાં કેમ્પસ સ્થાપી શકે. છે હાલમાંજ UGC એ વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ સ્થાપવાની મંજૂરી આપી છે.UGC ના જગદીશ કુમારે જણાવ્યુકે છેલ્લા કેટલાક મહિનામાં યુરોપના કેટલાક દેશોની ટોપ યુનિવર્સિટીઓ સાથે આ વિષય પર ચર્ચા કરી છે. આમાંના કેટલાક દેશોના પ્રતિનિધિઓએ પણ યુજીસીની મુલાકાત લીધી હતી અને દરખાસ્તમાં રસ દાખવ્યો હતો. UGC ચીફે કહ્યું કે, વિશ્વના 67 દેશોમાં ટોપ યુનિવર્સિટીઓ આવેલી છે, આવી સ્થિતિમાં નવી દિલ્હીમાં તૈનાત આ દેશોના રાજદૂતોની સાથે બેઠક યોજીશું….એમ પણ તેમણે જણાવ્યું હતું