Published by : Anu Shukla
ભારતીય કંપનીઓ યોગ્યતા ધરાવતા ceo ને ઉંચો પગાર આપવામા પાછીપાની કરતી નથી. જેમકે ઍક ceo ને એટલો પગાર ચૂકવવામાં આવે છે કે તે દરરોજ ઍક મોંઘીદાટ કાર ખરીદી શકે છે.
હાલમાંજ ઈન્ફોસિસના પૂર્વ પ્રેસિડેન્ટ રવિ કુમાર એસએ પ્રમુખ આઈટી કંપની કોગ્નિઝેન્ટમાં સીઈઓ અને બોર્ડ મેમ્બર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેમણે બ્રાયન હમ્ફ્રીજનું સ્થાન લીધુ છે. કોગ્નિઝેન્ટે મોટા સેલેરી પેકેજ પર રવિ કુમારને સીઈઓની જવાબદારી સોંપી છે. રવિ કુમારની વાર્ષિક સેલેરી એટલી છે કે તેઓ દરરોજ એક નવી મોંઘીદાટ કાર ખરીદી શકે છે. રવિ કુમાર 20 વર્ષથી ઈન્ફોસિસમાં હતા. વર્ષ 2016થી લઈને 2022 સુધી તેઓ ઈન્ફોસિસના પ્રેસિડેન્ટ રહ્યા. હવે કોગ્નિઝેન્ટને નવી દિશા આપવાની જવાબદારી રવિ કુમારના ખભે છે.
રવિ કોગ્નિઝેન્ટમાં મોટી સેલેરી પર કામ કરશે. કોગ્નિઝેન્ટમાં તેમને 7 મિલિયન ડોલર એટલે કે 56,96,77,500 રૂપિયા વાર્ષિક સેલેરી તરીકે આપવામાં આવશે તો તેમને 6 કરોડ રૂપિયા સાઈન ઈન બોનસ તરીકે મળશે. રવિ કુમારને કંપની મૂળ વેતન તરીકે 1 મિલિયન ડોલર એટલે કે 8,18,03,550 રૂપિયાની ચૂકવણી કોગ્નિઝેન્ટ કરશે. તેમને વાર્ષિક 2 મિલિયન ડોલર એટલે કે 163,607,100 સુધીનું કેશ ઈનસેન્ટિવ પણ મળશે. આ સિવાય કંપનીએ તેમને વન ટાઈમ ન્યુ હાયર એવોર્ડ તરીકે 5 મિલિયન ડોલર એટલે કે 409,017,750 કરોડ ઓફર કર્યા છે. આ તેમની જોઈનિંગના એક વર્ષની અંદર સ્ટોક રિટર્નના આધારે મળશે.
રવિ કુમારે ઈન્ફોસિસ સિવાય ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, ઓરેકલ કોર્પોરેશન અને પ્રાઈઝવોટરહાઉસકૂપર્સમાં પણ કામ કર્યુ છે. અત્યારે કોગ્નિઝેન્ટમાં બ્રાયન હમ્ફ્રીઝ 15 માર્ચ સુધી સ્પેશિયલ એડવાઈઝર બની રહેશે. કંપનીએ વર્ષ 2020માં સીઈઓ બ્રાયન હમ્ફ્રીજને લગભગ 13.8 મિલિયન ડોલરની સેલેરી આપી હતી. ઈન્ફોસિસમાં પણ રવિ કુમાર એસ મોટો પગાર મેળવતા હતા. ઈન્ફોસિસની 2021-22ની વાર્ષિક રિપોર્ટ અનુસાર રવિ કુમાર સીઈઓ સલિલ પારેખ અને પૂર્વ સીઓઓ યુબી પ્રવીણ રાવ બાદ કંપનીના ત્રીજા સૌથી વધારે પગાર મેળવનાર અધિકારી હતા.