Home News Update Nation Update ભારતે અનેરો ઈતિહાસ રચ્યો…4×400 મીટરની ફાઇનલમાં પુરુષોની ટીમ પહોંચી…

ભારતે અનેરો ઈતિહાસ રચ્યો…4×400 મીટરની ફાઇનલમાં પુરુષોની ટીમ પહોંચી…

0

Published By:-Bhavika Sasiya

ભારત અન્ય ક્ષેત્રોની જેમ રમતગમતની દુનિયામાં પણ અનેરો ઇતિહાસ રચતા દેશના ગૌરવમાં વધારો થઇ રહ્યો છે…. હંગેરીના બુડાપેસ્ટમાં હાલ ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓએ ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. ભારતની પુરૂષ ટીમે આ ચેમ્પિયનશિપની 4×400 મીટર રિલે રેસ ઈવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમે પ્રથમ વખત આ ઈવેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી છે. મુહમ્મદ અનસ યાહિયા, અમોજ જેકબ, મુહમ્મદ અજમલ વરિયાથોડી અને રાજેશ રમેશની ભારતીય ચોકડીએ આ યાદગાર સફળતા હાંસલ કરી છે ભારતીય પુરૂષ ટીમે 4×400 મીટર રિલે રેસમાં 2:59.05 કલાકનો સમય કરીને એશિયન રેકોર્ડ તોડ્યો. અગાઉનો રેકોર્ડ જાપાની ખેલાડીઓ (2 મિનિટ 59.51 સેકન્ડ)ના નામે હતો. ભારતીય ટીમે અમેરિકા બાદ બીજું સ્થાન મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version