Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateભારતે જીત્યો GSMA ગવર્નમેન્ટ લીડરશિપ એવોર્ડ 2023, ટેલિકોમ સેક્ટરનો સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક...

ભારતે જીત્યો GSMA ગવર્નમેન્ટ લીડરશિપ એવોર્ડ 2023, ટેલિકોમ સેક્ટરનો સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક પુરસ્કાર…

Published by : Vanshika Gor

ભારતે ગ્રુપ સ્પેશિયલાઇઝ્ડ મોબાઇલ એસોસિએશન નો લીડરશિપ એવોર્ડ જીત્યો છે. ગ્રુપ સ્પેશિયલાઇઝ્ડ મોબાઇલ એસોસિએશન એ વિશ્વભરના મોબાઇલ ઓપરેટર્સ અને વ્યાપક મોબાઇલ ઉદ્યોગના હિતોનું પ્રતિનિધિત્વ કરતું એક સંગઠન છે. વૈશ્વિક ટેલિકોમ્યુનિકેશન ઇકોસિસ્ટમમાં 750 મોબાઇલ ઓપરેટર્સ અને 400 કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે.

GSMA ગવર્નમેન્ટ લીડરશિપ એવોર્ડ શું છે?
દર વર્ષે તે એવી સરકારને GSMA ગવર્નમેન્ટ લીડરશિપ એવોર્ડ આપે છે જેણે મોબાઇલ કનેક્ટિવિટીમાં સકારાત્મક પરિણામો લાવવા માટે શ્રેષ્ઠ પ્રેક્ટિસ ડિજિટલ પોલિસી અને ટેલિકોમ રેગ્યુલેશનનો અમલ કર્યો છે. તે ટેલિકોમ સેક્ટરનો સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક પુરસ્કાર છે, અને આ એવા 750 મોબાઈલ ઓપરેટરો અને 400 કંપનીઓના ભાવિ રોકાણ લેન્ડસ્કેપ નક્કી કરે છે જે GSMA નો એક ભાગ છે.

ભારતને આ એવોર્ડ શા માટે આપવામાં આવ્યો છે ?
GSMA એવોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાથ ધરવામાં આવેલા ટેલિકોમ સુધારાની વૈશ્વિક માન્યતા દર્શાવે છે. પહેલા RoW પરવાનગીમાં 230 દિવસથી વધુ સમય લાગતો હતો, હવે તે 8 દિવસમાં મંજૂર થાય છે. 85% થી વધુ મોબાઈલ ટાવર ક્લિયરન્સ હવે તાત્કાલિક છે. 387 જિલ્લાઓમાં લગભગ 1 લાખ સાઇટ્સ સાથે, ભારતનું 5G રોલ-આઉટ વિશ્વમાં સૌથી ઝડપી છે. ઈન્ડિયન ટેલિકોમ સેક્ટર સનરાઈઝ સેક્ટર તરીકે ઉભરી આવ્યું છે અને સમગ્ર વિશ્વએ આ વૃદ્ધિની નોંધ લીધી છે. આ એવોર્ડ એ તમામ સુધારાઓનું સાક્ષી છે જે ભારતે છેલ્લા 8 વર્ષમાં જોયેલા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!