ભારત સામે બાંગ્લાદેશે માત્ર 145 રનનો આસાન લક્ષ્ય રાખ્યો હતો, પરંતુ ભારતીય ટીમની ચોથી ઈનીંગની શરુઆત ખરાબ રહી હતી અને રાહુલ, ગિલ, પુજારા અને કોહલીની નિષ્ફળ રહ્યા હતા.
ભારત અને બાંગ્લાદેશ સિરીઝની અંતિમ મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ઢાકા ટેસ્ટને ભારતે 3 વિકેટે જીતી લીધી છે. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ પંસદ કરી હતી. જોકે પ્રથમ ઈનીંગમાં બાંગ્લાદેશે 227 રન નોંધાવ્યા હતા. જ્યારે બીજી ઈનીંગમાં 231 રન નોંધાવ્યા હતા. ભારતે 87 રનની સરસાઈ સાથે બાંગ્લાદેશ સામે 145 રનનુ લક્ષ્ય મેળવ્યુ હતુ. જેનો પિછો કરતા ભારતીય ટીમની સ્થિતી મુશ્કેલ બની ગઈ હતી. ભારતની શરુઆત ખરાબ રહી હતી.

ભારતીય ટીમનો ટોપ ઓર્ડર શુભમન ગિલ, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલી ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. ટોપ ઓર્ડરના ફ્લોપ શોને લઈ ભારતીય ટીમ ફરી એકવાર આસાન સ્કોર સામે મુશ્કેલીમાં મુકાઈ હતી. છેલ્લા 7 વર્ષથી ચાલ્યા આવતા રેકોર્ડ મુજબ ચોથી ઈનીંગમાં ભારતીય ટીમ આ પહેલા માત્ર એક જ વાર 140 કે તેથી વધારેના લક્ષ્યને પાર કરવામાં સફળ રહી હતી.
મહત્વના બેટ્સમેનોનો ફ્લોપ શો
ઓપનીંગ જોડી માત્ર 3 જ રનનુ યોગદાન આપીને તૂટી ગઈ હતી. સુકાની કેએલ રાહુલના રુપમાં જ ભારતને પ્રથમ ઝટકો લાગ્યો હતો. રાહુલ બેટિંગ ઈનીંગની ત્રીજી ઓવરના પ્રથમ બોલ પરજ શાકિબ અલ હસનનો શિકારા થયો હતો. તે માત્ર 2 રન જોડીને આઉટ થયો હતો. ત્યાર બાદ ચેતેશ્વર પુજારાએ વિકેટ ગુમાવી હતી. તે મેંહદી હસનનો શિકાર થયો હતો. મેંહદી હસનના બોલ પર તે પણ સ્ટંપીગ વિકેટ ગુમાવી બેસતા ભારતે 12 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. ઓપનર શુભમન ગિલ પણ 35 બોલનો સામનો કરીને 7 જ રન જોડીને મેંહદી હસનનો શિકાર થયો હતો. ક્રિઝ બહાર રહીને રમતા તેને વિકેટકીપરે સ્ટંપીંગ કરી આઉટ કર્યો હતો.