Published by : Rana Kajal
- કોહિનુર હીરા સહિતનો ખજાનો પરત માંગવાની કરી શરુઆત…
ભારત સરકારે એક અભિયાન શરૂ કરવાની યોજના ઘડી નાખી છે.આ યોજનાનો અમલ થોડા સમય બાદ શરૂ થઈ જશે.આ અભિયાન એટલે કે મિશન સફળ બનાવવા જતા કોઇ દેશ સાથે સંબંધ બગડે તો તેની પણ ચિંતા કરવામા નહી આવે તેમ પણ જાણવા મળી રહ્યું છે. સૈકાઓ પહેલા જે મૂલ્યવાન ચીજ વસ્તુઓ જે કોઇ કારણોસર હાલ વિદેશમાં છે તે તમામ ચીજ વસ્તુઓને પરત લાવવાનું મિશન હાથ ધરવામાં આવનાર છે.આ મિશનની આગેવાની ભારતીય પુરાત્વ વિભાગ લેશે. જેમને વિવિઘ દેશોમાં ભારતનાં રાજદૂતો સપોર્ટ કરશે. પહેલા વિનતી કરવામાં આવશે. જો તેમાં સફળતા પ્રાપ્ત નહી થાય તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ મિશનમાં સૌથી વધું મહત્વની બાબત કોહીનુર હીરો બ્રિટનથી પાછો લાવવાનો છે. કોહીનુર હીરો ભારતની ઐતિહાસિક અને સાંસ્કૃતીક ઓળખ માનવામાં આવે છે.આ હીરો મહારાણા રણજીત સિંહ પાસે હતો જે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ લઈ લીધો હતો. ત્યાર બાદ મહારાણી વિક્ટોરિયા પાસે ગયો હતો. હાલ બ્રિટનના રાજવીઓના મુગટમાં છે.આ કોહિનૂર સહીતની ઐતિહાસિક અને મૂલ્યવાન ચીજ વસ્તુઓ પરત મેળવવાનુ કઠીન મિશન આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે.