90મું ઈન્ટરપોલ સત્ર શરૂ થયું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ કે ભારતે વિશ્વને વધુ સારું બનાવવા માટે બલિદાન આપ્યા છે ઇન્ટરપોલ સત્રમાં PAK સહિત 195 દેશો ભાગ લઈ રહ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન (INTERPOL)નું 90મું સેશન મંગળવારે શરૂ થયુ હતુ આ સેશન તા 21 ઓક્ટોબર સુધી ચાલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ધાટન કર્યું હતું આ પ્રસંગે મોદીએ કહ્યું- 99 વર્ષથી ઇન્ટરપોલ દુનિયાના 195 દેશોની પોલીસને કનેક્ટ કરી રહી છે. આ એટલા માટે પણ મુખ્ય છે, કારણ કે દરેક દેશોનું કાનૂની માળખું અલગ છે. ભારત યુએનના પીસકીપિંગમાં સૈનિક મોકલે છે અને આ સિલસિલો દેશની આઝાદી પહેલાંથી સાલી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ એમ પણ જણાવ્યું કે ભારતે દુનિયાને બહેતર બનાવવા માટે બલિદાન આપ્યા છે. ભારતની પોલીસે લગભગ 900 રાષ્ટ્રીય અને 10 હજાર રાજ્યોના કાયદા મુજબ ફરજને અંજામ આપે છે. પાકિસ્તાન સમેત 195 દેશોના ડેલિગેશન આ મિટિંગમાં સામેલ હતા.ભારતને 25 વર્ષ બાદ આ સેશનને હોસ્ટ કરવાની જવાબદારી મળી છે. પહેલા વર્ષ 1997માં આ ઇન્ટરનેશનલ બોડીને નવી દિલ્હીમાં હોસ્ટ કરવામાં આવી હતી.

પાકિસ્તાન તરફથી ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે FIAના ડાયરેક્ટર પણ આ મિટિંગમાં ભાગ લઇ રહ્યા છે. આના સિવાય પાકિસ્તાનમાં હાજર ઇન્ટરપોલના ડાયરેક્ટર પણ આવી રહ્યા છે. પ્રગતિ મેદાનમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.સેશનમાં કુલ 195 સદસ્ય દેશોના ડેલિગેશન હાજરી આપી રહ્યા છે. આમાંથી કેટલાક મિનિસ્ટર, પોલીસ ચીફ અને સેન્ટ્રલ એજન્સીઓના ઓફિસરો છે. આ રીતની મિટિંગ વર્ષમાં એક વાર ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે.ભારતમાં આઝાદીના 75 વર્ષ પુરા થવાના અવસરે આ આયોજનનો પ્રસ્તાવ મોકલ્યો હતો. ઇન્ટરપોલે તેને સ્વીકાર કરી લીધો હતો.ઇન્ટરપોલના પ્રેસિડેન્ટ અહમદ નસ્ર રઇસી અને સેક્રેટરી જુર્ગેન સ્ટોક જનરલ એસેમ્બલીમાં હાજર હતા. તા 21 ઓક્ટોબર આ સેશન પુરુ થશે ત્યારે હોમ મિનિસ્ટર અમિત શાહ સંબોધન કરશે.ઇન્ટરપોલના સેક્રેટરી જનરલ જુર્ગેન સ્ટોકે કહ્યું હતુ કે સ્ટેટ સ્પોન્સર ટેરરિઝમ એટલે એવો આતંકવાદ જેને સરકાર સમર્થન કરતી હોય, આને રોકવામાં અમારી કોઇ ભૂમિકા નથી હોતી. અમે બાળશોષણ, રેપ, મર્ડર, ડ્રગ સ્મગલિંગ અને સાઇબર ક્રિમિનલ્સની વિરુદ્ધ કાર્યવાહી કરીએ છીએ. દર વર્ષે અરબો ડોલરની કમાણી આ ગેરકાનૂની કામોથી કરે છે.
તેમણે એમ પણ જણાવ્યું કે રેડ નોટિસ એટલે કે ઇન્ટનેશનલ એરેસ્ટ વોરંટનો મતલબ એ નથી કે અમે કોઇ સદસ્ય દેશ પર અપરાધીને ગિરફ્તાર કરવાનું દબાણ નાખીએ છીએ આ એ દેશની ક્રિમિનલ સિસ્ટમ કે કાનૂન નક્કી કરે છે. ભારત માટે અત્યાર સુધી 780 રેડ નોટિસ જાહેર કરી છે. જેમાંથી 33 આ વર્ષે જાહેર કરવામાં આવી છે. બે વર્ષમાં 65 ભાગેડુ ભારતીયોનું લોકેશન મેળવી લીધું છે. એમ પણ તેમણે જણાવ્યું હતું.