ભારત પ્રવાસે આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમનો પ્રવાસ દિલ્લીની મેચ સાથે પૂર્ણ થયો છે. ભારતીય ટીમે ટી20 બાદ હવે વન ડે શ્રેણી પણ જીતી લીધી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની 3 મેચોની વન ડે શ્રેણીની અંતિમ મેચ દિલ્લીમાં રમાઈ હતી. ભારતીય સુકાની શિખર ધવને જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડેવિડ મિલરને બેટીંગ કરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. પરંતુ ભારતીય બોલરોના તરખાટ સામે પ્રવાસી ટીમ 99 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આમ 100 રનનુ લક્ષ્ય ભારતીય ટીમે આસાનીથી પાર કરી લઈ ટ્રોફી પોતાને નામ કરી લીધી હતી.
ભારતીય ટીમે 50 ઓવરમાં માત્ર 100 રનનુ લક્ષ્ય પાર પાડવાનુ હતુ. જે ભારતીય ટીમના માટે સરળ હતુ. ભારતીય ટીમે આ કામ માત્ર 3 વિકેટ ગુમાવીને પુરુ કરી લીધુ હતુ. શ્રેયસ અય્યરે 20મી ઓવરના પ્રથમ બોલ પર શાનદાર વિજયી છગ્ગો જમાવીને ભારતીય ટીમને જીત અપાવી હતી.