Published by: Rana kajal
- સાજીદ મિરને ગ્લોબલ ટેરિરિસ્ટ જાહેર કરવા સામે ચીને વાપર્યો વીટો…
સાજીદ મીર ભારતમાં થયેલ આતંકી હુમલાઓનો માસ્ટર માઈન્ડ હોવાનુ સાબીત થઈ ચૂક્યું છે ત્યારે ભારત અને અમેરિકા દ્વારા યુનોમાં સાજીદ મીરને ગ્લોબલ ટેરિસ્ટ જાહેર કરવા અંગેની દરખાસ્ત યુનોમાં મુકી હતી પરંતું ચીને વીટો વાપરી સાજીદ મીરને બચાવી લીધો હતો..સાજીદ મીર મુબઈમાં થયેલ 26/11 ના આતંકી હુમલાનો મુખ્ય સૂત્રધાર એટલેકે માસ્ટર માઈન્ડ છે. આ ઉપરાંત પણ વિશ્વમાં થયેલ આતંકી ઘટનાઓમાં સાજીદની સંડોવણી જણાઈ છે. તેથી સાજીદને ભારત અને અમેરિકા સંયુક્ત રીતે ગ્લોબલ ટેરીરિસ્ટ જાહેર કરવા યુનાઈટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલમાં ઠરાવ લાવ્યા હતા પરંતુ ચીને વીટો વાપરી ઠરાવ ઉડાવી દીધો હતો..અમેરિકાએ તો સાજીદ મીરના માથા માટે 50 લાખ ડોલર એટલેકે લગભગ રૂ 40કરોડની રકમ પણ જાહેર કરી છે સાજીદ હાલમા પાકિસ્તાનની જેલમાં છે પરંતું જો તેને ગ્લોબલ ટેરીરિસ્ટ જાહેર કરવામાં આવે તો તેની પર ઘણાં પ્રતિબંધો આવી શકે છે જેમકે તે વિદેશમાં ક્યાંય ન જઇ શકે તેના પ્રવાસ પર પ્રતિબંધ આવી શકે, ઉપરાંત તે શસ્ત્રો નથી ન ખરીદી શકે અને તેની તમામ સંપત્તિ ફ્રીઝ થાય અને ક્યાંય સાજીદ જાહેર સભા ન યોજી શકે