Published by : Vanshika Gor
આવનાર દિવસોમાં હાઇડ્રોજન પ્લેનનો યુગ આવનાર છે. ત્યારે વિશ્વના પહેલા તૈયાર થયેલ હાઇડ્રોજન પ્લેનના નિર્માણમા ઍક ગુજરાતી એ ખુબ મોટુ યોગદાન આપેલ છે.
તમામ દેશો હવે પ્રદુષણને નિયંત્રણમા લાવવા અને ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહ્યાં છે ત્યારે વિશ્વનું પ્રથમ હાઇડ્રોજન પ્લેન તૈયાર થઈ ગયુ છે અલબત્ત હજી પ્લેન પ્રાયોગીક ધોરણે છે તેમ છતા આ પ્લેનના નિર્માણ અંગે બારડોલીના મુળ વતની અને હાલ અમેરિકા ખાતે રહેતા 31વર્ષીય ફેનીલ જયેશભાઈ દેસાઈની મુખ્ય ભૂમિકા ભજવી છે.યુનિવર્સલ હાઇડ્રોજન કંપનીમાં તેને નોકરી પ્રાપ્ત થઈ હતી. ધીમે ધીમે હાઇડ્રોજન પ્લેનની કામગીરી અને પ્રયોગો શરૂ કરવામાં આવ્યા અને ફેનીલના જન્મદિવસ તા 3માર્ચ ના દીવસે વિશ્વના પ્રથમ પ્લેન DASH 8-Q300એ પ્રથમ પ્રાયોગીક ઉડાન ભરી હતી.