- બન્ને દેશો ગોગરાથી સૈન્ય ખસેડશે…
ભારત અને ચીન વચ્ચે ઘણા લાંબા સમયથી સરહદના વિવાદ અંગે તંગદિલી ચાલી રહી છે. ત્યાં હાલમા ઍક મહત્વની સમજૂતી સાધવામાં બન્ને દેશો ને સફળતા સાંપડી છે. આ સમજૂતી હેઠળ બન્ને દેશો આગામી બે દિવસમાં ગોગરા થી સૈન્યને હટાવી લેશે. એટલુ જ નહિ પરંતુ આગામી તા ૧૨ સપ્ટેમ્બર સુઘીમાં ગોગરા વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા બંકરો પણ બન્ને દેશો તોડી પાડે તેવી સમજૂતી કરાઈ છે ભારત અને ચીનના સંબંધો માટે આ સમજૂતીને અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. આ ઉપરાંત આવનારા દિવસોમાં સમયાંતરે બન્ને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠકો યોજાશે તેમજ પરિસ્થિતી અંગે વિશ્લેષણ કરવામાં આવશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે.