ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી વન-ડે મેચમાં આ વર્ષે ઈશાન કિશન વન-ડે ક્રિકેટમાં ભારત વતી સદી ફટકારનર ચોથો બેટ્સમેન બન્યો હતો. અગાઉ ઋષભ પાંત, શ્રેયસ ઐયર અને શુભમન આ વર્ષે ગિલ સદી ફટકારી ચૂક્યા છે. લેફટી ઓપનર તરીકે આ સાથે જ તેણે ટીમમાં દાવેદારી મજબૂત કરી દીધી છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી વન-ડે માં લેફટી બેટ્સમેન ઈશાન કિશનને ઓપનર અને કેપ્ટન રોહિત શર્માના સ્થાને તક મળી છે. આ તકનો કિશને શાનદાર રીતે લાભ ઉઠાવતા જંગી સ્કોર ખડકી દીધો હતો. એક તરફ વિરાટ કોહલીએ છેડો સાચવી રાખ્યો હતો તો બીજી તરફ કિશને મેદાનની ચારે તરફ ફટકાબાજી કરી હતી. ઈશાન કિશન આગવી લયમાં દેખાયો હતો. તેણે રીતસર ચોગ્ગા છગ્ગાનો વરસાદ કર્યો હતો
ઇજાગ્રસ્ત કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ લોકેશ રાહુલ કેપ્ટન્સી કરશે. રાહુલ ભારતીય ક્રિકેટ ટીમનો વાઇસ કેપ્ટન છે. તો બીજી તરફ જ્યારે શ્રીલંકા બાંગલાદેશ જેવી ટીમો સામે ભારતીય ટીમ રમવા ઉતરે તો બી ટીમ પ્ર્કરની જુનિયર ટીમ સાથે રમે છે. જેનો કેપ્ટન શિખર ધવન છે. આ શ્રેણીમાં શિખર ધવનને પણ ઓપનિંગ કરવાની તક મળી હતી પણ તે તેનો લાભ ઉઠાવી શક્યો નહોતો.