ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સિરીઝ સમાપ્ત થયા બાદ બાદ હવે 3 મેચોની વનડે સિરીઝની શરુઆત થઈ રહી છે. જેની પ્રથમ મેચ અસમના ગુવાહાટીમાં રમાશે. બંને ટીમો વનડે મેચને લઈ ગુવાહાટી રવિવારે પહોંચી ગઈ છે. સોમવારે પ્રેક્ટીસ સેશનમાં હિસ્સો લેશે. ભારતીય ટીમનુ સુકાન હવે નિયમીત કેપ્ટન રોહિત શર્મા સંભાળશે.
ટીમ ઈન્ડિયામાં હાર્દિક પંડ્યાને હવે નવી જવાબદારી મળી છે, જેની શરુઆત તે ગુવાહાટીથી કરશે.હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયામાં વનડે ફોર્મેટ માટે વાઈસ કેપ્ટન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આમ તે શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં રોહિત શર્માના ડેપ્યુટી તરીકે સાથ આપતો જોવા મળશે. હાર્દિકને શ્રીલંકા સામેની ટી20 સિરીઝમાં કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. જે સિરીઝ તેની આગેવાનીમાં ભારતે 2-1થી જીતી હતી.
મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી?
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ODI ક્યારે રમાશે?
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે મેચ 10 જાન્યુઆરી, મંગળવારના રોજ રમાશે.
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ODI ક્યાં રમાશે?
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે મેચ ગુવાહાટીમાં આવેલા બારસાપારા સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ODI ક્યારે શરૂ થશે?
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ODI બપોરે 1:30 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચનો ટોસ બપોરે 1 વાગ્યે થશે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ODI મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકાશે?
તમે Star Sports નેટવર્કની ચેનલો પર ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ODI મેચ વિવિધ ભાષાઓમાં જોઈ શકો છો.
ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ODI મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે?
તમે સબ્સ્ક્રિપ્શન સાથે Hotstar પર મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો.