Published by : Rana Kajal
રાહુલ ગાંધીનુ ભાવનાત્મક અને લાગણીશીલ વર્તન લોકોએ યાદ રાખ્યું… કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવતાં ઍક બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે કોંગ્રેસને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ફળી છે. કર્ણાટક રાજયમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી ઘણા વિસ્તારોમાંથી પસાર થયા હતા. રાહુલ ગાંધીની આ યાત્રા દરમિયાન ઘણા લોકોને તેઓ પ્રોટોકોલ તોડીને પણ મળ્યા હતા. એટલુજ નહિ પરંતું ભાવનાત્મક સંવાદ પણ કર્યા હતા સાથેજ ખુબ મોટી સંખ્યામા લોકો સાથે રાહુલ ગાંધીએ સેલ્ફી પણ પડાવી હતી.આ બધી બાબતો લોકોએ યાદ રાખી હોય તેમ કોંગ્રેસને જીત મળી હતી. વધુમાં કર્ણાટકમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 20 વિધાન સભા વિસ્તારમાંથી પસાર થઈ હતી. જે પૈકી 15 વિધાન સભા બેઠકો પર કોંગ્રેસની જીત થઈ હતી.