Published by : Vanshika Gor
ભારતે અરુણાચલ પ્રદેશમાં ચીન સરહદ નજીક સૌથી મોટા હાઈડ્રોપાવર પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ભારત સરકારનો આ નિર્ણય ચીન માટે એક મજબૂત પડકાર હશે. ચીન દ્વારા ભારતમાં આવેલા અરુણાચલ પ્રદેશ તિબેટના ભાગ તેમનો હોવાનો દાવો કરી રહ્યું છે. તેની સાથે જ ચીન સરહદી વિસ્તારોમાં ભારતના વિકાસની ગતિવિધિઓનો પણ વિરોધ થઇ રહ્યો છે. એક એજન્સીના અહેવાલ અનુસાર, નેશનલ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ આ પ્રોજેક્ટનો વિકાસ કરશે.
આ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ કેટલા વર્ષમાં પૂર્ણ થશે?
2,880 મેગાવોટનો દિબાંગ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અરુણાચલ પ્રદેશના લોઅર દિબાંગ ખીણ જિલ્લા પાસે દિબાંગ નદી પર બનાવવામાં આવી રહ્યો છે. તેને રૂ. 319 બિલિયનના અંદાજિત રોકાણ માટે મંજૂરી મળી ગઈ છે અને તેને પૂર્ણ થવામાં લગભગ નવ વર્ષ લાગશે જેટલો સમયગાળો લાગી શકે છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય દિબાંગ ખીણમાં 278 મીટર લાંબો કોંક્રિટ ગ્રેવિટી ડેમ બાંધવાનો છે. તેમજ 6 નંગ હોર્સ શૂ આકારની હેડ રેસ ટનલ, જે 9 મીટર વ્યાસ સાથે 300 મીટરથી 600 મીટર લંબાઇની હશે.
ભારતનો સૌથી લાંબો ડેમ હશે
આ પ્રોજેક્ટનો પ્રાથમિક ઉદ્દેશ પૂર નિયંત્રણ કરવા માટેનો છે. એકવાર તૈયાર થયા બાદ 278 મીટર લાંબો આ ડેમ ભારતનો સૌથી લાંબો ડેમ હશે. અરુણાચલ પ્રદેશ સરકારને પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ 1346.76 MU અથવા પરિયોજનાના લાભમાંથી 12% હિસ્સો મળશે. એક અહેવાલ મુજબ, આ સમુદાય અને સામાજિક વિકાસ યોજના પર 241 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે, જ્યારે સ્થાનિક લોકોની સંસ્કૃતિ અને ઓળખને બચાવવા માટે 3.27 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.