Published by : Anu Shukla
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ 24 જાન્યુઆરીના રોજ બપોરે 1:30 કલાકે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્માની ટીમ ઇન્ડિયા જ બે મેચ જીતી સિરીઝ પોતાના નામે કરી ચુકી છે. હવે તેની નજર ન્યુઝીલેન્ડની ક્લિનસ્વીપ છે. આવતીકાલે ઘણા બધા ખિલાડીઓને આરામ અપાય તેવી શક્યતાઓ છે જેમાં મહંમદ સમી, શુભમન ગીલ તથા વિરાટ કોહલીને આરામ મળે તેવી શક્યતા છે જ્યારે રજત પાટીદાર ડેબ્યુ કરી શકે છે. ટીમ ઈન્ડિયા 9 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આવી સ્થિતિમાં ઘણા સિનિયર ખેલાડીઓને ત્રીજી વનડેમાં આરામ આપી શકે છે.

સંભવિત ટીમ :
ઇશાના કિશન, રોહિત શર્મા, રજત પાટીદાર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શાહબાઝ એહમદ, વોશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદિપ યાદવ, ઉમરાન મલિક, મહંમદ સિરાજ