- ખાનગી હોસ્પિટલમાં રૂ. 800 અને સરકારીમાં રૂ. 325માં મળશે
ભારતમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને મંજૂરી આપી હતી. હવે આ વેક્સિનના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. નેઝલ વેક્સિન સરકારી હોસ્પિટલમાં 325 રૂપિયામાં અને ખાનગી હોસ્પિટલમાં 800 રૂપિયામાં આપવામાં આવશે. બંનેમાં 5 ટકા GST અલગથી લેવાશે, એટલે 840 રૂપિયામાં અને 345 રૂપિયામાં ટેક્સ સાથે આ રસી પડશે.
સ્નાયુમાં ઈન્જેક્શન દ્વારા વેક્સિન લગાવવામાં આવે છે. આ વેક્સિનને ઈન્ટ્રામસ્ક્યુલર વેક્સિન કહે છે. નેઝલ વેક્સિન એ હોય છે, જેને નાક દ્વારા આપવામાં આવે છે. નેઝલ વેક્સિનનાં ચાર ટીપાં એક જ વખત નાકમાં નાખવાનાં રહેશે. આ જનરલ ટીપાં નથી, પણ રસી છે એટલે વારેવારે નાકમાં નહીં નખાય. એટલે કે એને ઈન્જેક્શનથી આપવાની જરૂર નથી અને ન તો ઓરલ વેક્સિનની જેમ પિવડાવવામાં આવે છે. આ એક રીતે નેઝલ સ્પ્રે જેવી છે.