Published by : Rana Kajal
દર વર્ષે 9 લાખ કરતા વધુ લોકો માર્ગ અકસ્માતમાં દેશમા મૃત્યુ પામી રહ્યાં છે. ભારત દેશ સામે એનેક સમસ્યાઓ છે જે પૈકી સૌથી મોટી સમસ્યા જીવલેણ અકસ્માતના બનાવો ઓછા કરવાની છે.. આજ કારણોસર માર્ગ અને દેશના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ માર્ગ નિર્માણ અને માર્ગ મરામત અંગે ખાસ ધ્યાન રાખી આવનાર વર્ષ 2025 સુધીમા માર્ગ અકસ્માતમાં થતા મોતની સંખ્યામાં ઓછામાં ઓછા 50 ટકા ઘટાડા કરવા અંગેનું ખાસ આયોજન કરી તેનો અમલ પણ કરી રહ્યાં છે… માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશમા થતા માર્ગ અકસ્માતના બનાવો અંગે પૂરેપૂરી જાણકારી મેળવી છે.. દિલ્હીના ટ્રાફિક એન્જીન્યરીંગના મુખ્ય વિજ્ઞાની એસ. વેલમુરુગન ના જણાવ્યાં મુજબ દેશમા માર્ગ અકસ્માતના વધતા મુખ્ય કારણ ખોટી રોડ ડિઝાઇન હોવાનુ જણાયું છે. સાથે તેમણે એમ પણ જણાવ્યું કે જૉ માર્ગ ડિઝાઇન અંગે ચોકસાઈ રાખવામાં આવે તો 25 ટકા જેટલાં અકસ્માતોના બનાવો ઘટી શકે છે.
આ ઉપરાંત અન્ય કારણોમાં વાહનોની વધુ સ્પીડ, સીટ બેલ્ટના કાયદાનું ઉલ્લંઘન, વાહનોની સુરક્ષા અને રખડતા પ્રાણીઓની સમસ્યાના કારણે વધુ અકસ્માતો સર્જાય છે.