Published by : Vanshika Gor
ભારતની વસતી હવે દુનિયામાં સૌથી વધુ થઈ ચૂકી છે. ચીનને ભારતને પાછળ છોડી આ સિદ્ધી મેળવી છે. સંયુક્ત રાષ્ટ્ર(UN)નામ રિપોર્ટમાં આ માહિતી સામે આવી હતી. UNના રિપોર્ટ અનુસાર ભારતની વસતી 142.86 કરોડ થઈ ચૂકી છે. જ્યારે 142.57 કરોડ સાથે ચીન બીજા ક્રમે છે. યુનાઇનેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFPA)ના રિપોર્ટમાં સામે આવ્યું કે ભારતમાં હવે ચીનની તુલનાએ આશરે 29 લાખ લોકો વધારે છે.
UNના અહેવાલ અનુસાર એક વર્ષમાં ભારતની વસતી 1.56 ટકા વધી છે. UNFPAની ધી સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ 2023 શીર્ષક હેઠળના રિપોર્ટ અનુસાર ભારતી વસતી 1.4286 બિલિયન છે. જોકે ચીનની. 1.4257 બિલિયન છે જે 2.9 મિલિયનનું અંતર ધરાવે છે. UNના અધિકારીઓએ કહ્યું કે ભારતની છેલ્લી વસતી ગણતરી 2011માં કરાઈ હતી અને 2021માં થનાર વસતી ગણતરીમાં મહામારીને કારણે વિલંબ થયો હતો. UNના રિપોર્ટમાં જાણ થઈ કે આ 6 દાયકામાં પહેલીવાર છે જ્યારે ચીનની વસતી ઘટી છે.