Published by : Anu Shukla
- આ સિરીઝમાં ટીવી અને ડિજિટલમાં જાહેરાતકારો નથી મળી રહ્યા
નવું વર્ષ શરૂ થયાની સાથે જ ટીમ ઈન્ડિયાએ પોતાના નવા મિશનની શરૂઆત કરી દીધી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 જાન્યુઆરીથી ટી20 સિરીઝ શરૂ થઈ છે. કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા આ મિશનમાં વ્યસ્ત છે. આ સિરીઝમાં સીનીયરને આરામ આપવામાં આવ્યો છે. ક્રિકેટના ચાહકો નવી ટીમ ઈન્ડિયાને જોવાનો આનંદ માણી શકે છે જો કે બ્રોડકાસ્ટર્સ માટે આ મુશ્કેલ સમય છે ભારત-શ્રીલંકા ટી20 શ્રેણી માટે બ્રોડકાસ્ટર્સ પાસે માત્ર 2 થી 3 જાહેરાતકર્તાઓ જ બાકી છે. ટીવી ઉપરાંત, ડિજિટલ પ્લેટફોર્મ પર પણ જાહેરાતકારો નથી મળી રહી જેના કારણે તેને શ્રેણીમાં ખુબ મોટું નુકસાન થઈ રહ્યું છે.
કેટલું થઈ રહ્યુ છે નુકસાન ?
ભારત-શ્રીલંકા સિરીઝમાં બ્રોડકાસ્ટર્સ દ્વારા દરેક મેચ માટે BCCIને 60.01 કરોડ રૂપિયા આપવામાં આવે છે, પરંતુ આ સિરીઝમાં તેઓ તેમાંથી 30-40 ટકા જ કમાઈ શક્યા છે, તેથી તેમને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ સીરિઝને કારણે બ્રોડકાસ્ટર્સને લગભગ 200 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. નવા વર્ષ પછી તરત જ પ્રસારિત થતી કોઈપણ શ્રેણી અપેક્ષા કરતા ઓછી જોવામાં આવે છે. મોટી કંપનીઓ જાહેરાતો આપવાનું ટાળે છે, પરંતુ આ વખતે શ્રેણીમાં એક સરપ્રાઈઝ છે. ડિજિટલ પર પણ કોઈ જાહેરાતો ન હતી.
સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી
ભારત-શ્રીલંકા સિરીઝમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ જેવા મોટા નામ નથી રમી રહ્યા તેમજ હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં યુવા ટીમ ઈન્ડિયા શ્રીલંકાનો સામનો કરી રહી છે. પ્રથમ T20 મેચ ખૂબ જ રોમાંચક રહી હતી અને ટીમ ઈન્ડિયાએ 2 રને જીત મેળવી હતી.