Published by : Rana Kajal
ભારત સરકારે 2015થી 2022 ની વચ્ચે હજારો વેબસાઇટ્સ અને પોસ્ટ્સ પર તવાઈ બોલાવી છે. ત્યારે આ સાત વર્ષના સમયગાળા દરમિયાન 55,580 વેબસાઇટ્સને બ્લોક કરી દીધી છે, તેમજ કેટલી પોસ્ટ પણ ડિલિટ કરી દેવામાં આવી છે. પોસ્ટને બ્લોક કરવામાં આવી હતી, સોફ્ટવેર ફ્રીડમ લો સેન્ટર અથવા SFLC અનુસાર આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. પોર્નોગ્રાફી સહિત જાતીય સતામણી કરતી અનેક સોશિયલ મીડિયા સાઈટને બંધ કરી દીધી છે. આ સાથે કેટલીક મોબાઈલ એપ્સ પણ બંધ કરી દેવામાં આવી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 7 વર્ષ દરમિયાન ભારત સરકારે 55,580 વેબસાઈટ, સોશિયલ મીડિયા પોસ્ટ અને એકાઉન્ટ બ્લોક કર્યા છે. મોટાભાગની વેબસાઈટ આઈટી એક્ટની કલમ 69A હેઠળ બંધ કરવામાં આવી છે. જેમાં IT એક્ટની કલમ 69A હેઠળ 26,474 URL બ્લોક કરવામાં આવ્યા હતા.જ્યારે 46.8 ટકા વેબસાઈટ કોપીરાઈટ ઉલ્લંઘન અને અન્ય મામલાઓમાં બંધ કરવામાં આવી છે. પોર્નોગ્રાફી અને બાળ જાતીય શોષણને કારણે અન્ય વેબસાઇટ્સ બંધ કરવામાં આવી હતી. MEITY(Ministry of Electronics and Information Technology) એ 26,352 વેબસાઈટ બ્લોક કરી છે જ્યારે MIB(Ministry of Information and Broadcasting ) એ 94 વેબસાઈટ બ્લોક કરી છે.