Home Earth ભારત સહિત વિશ્વના 35 દેશ આર્ટિફિશિયલ સૂર્ય માટે સુપર મેગા પ્રોજેક્ટ પર...

ભારત સહિત વિશ્વના 35 દેશ આર્ટિફિશિયલ સૂર્ય માટે સુપર મેગા પ્રોજેક્ટ પર કરી રહ્યા છે કામ… ભવિષ્યમાં પૃથ્વી પાસે હશે પોતાનો આર્ટિફિશિયલ સૂર્ય…

0

Published By : Parul Patel

ચીને પોતાનો કૃત્રિમ સૂર્ય બનાવવાનો દાવો કર્યો છે. આજે સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે, જેને કારણે પૃથ્વીનું તાપમાન દર દસ વર્ષે 0.2 ડીગ્રી સેલ્સિયસના દરે વધી રહ્યું છે ત્યારે આ તાપમાનથી બચવા માટે વૈજ્ઞાનિકોએ કર્યો છે આ નિર્ણય. આ માટે ચીન સૂર્ય બનાવવા માટે ન્યૂક્લિયર ફ્યુઝનની મદદ પણ લઈ રહ્યું છે. ભારત સહિત અન્ય 35 દેશોની મદદથી ફ્રાન્સમાં આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ચીનમાં એનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જોકે આ પ્રોજેક્ટ તેના પ્રારંભિક તબક્કામાં છે, જે પૂર્ણ થતાં દાયકાઓ લાગશે.

વૈજ્ઞાનિકોના મતે સૂર્યમાં હાજર હાઈડ્રોજન ગેસ ખતમ થશે એમ સૂર્યમાં રહેલા ન્યૂક્લિયર ફ્યુઝનની પ્રક્રિયા ધીમી પડી જશે. પરિણામે, સૂર્યનું કદ અને એનું તાપમાન બંનેમાં વધારો થશે, જેને રેડ જાયન્ટ સ્ટેજ કહેવામાં આવે છે. એને પગલે ભવિષ્યમાં અત્યંત ગરમ અને ઝેરી ગેસના કારણે માનવી માટે પૃથ્વી પર રહેવું મુશ્કેલ બનશે. જોકે સૂર્યને આ તબક્કે પહોંચવામાં પાંચ અબજ વર્ષ જેટલો સમય લાગી શકે છે. એ તેનાથી બચવા માટે ઊર્જાના અન્ય સ્ત્રોતોની પણ મદદ લેવામાં આવી રહી છે.

દુનિયામાંથી ખતમ થઈ રહેલા એનર્જીના સ્ત્રોતની વચ્ચે આર્ટિફિશિયલ સનનો એટલે કે સૂર્યનો આ કોન્સેપ્ટ કેવી રીતે એક નવો માર્ગ ખોલી શકે છે, શું છે એને બનાવવાના પડકારો..? એ જાણવું રહુ…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version