Published by: Rana kajal
રાજ્યમા ભીખ માંગી ગુજરાન કરનારા પૈકી કેટલાક વિદેશી પણ હોય શકે છે તેવી શંકા સેવાઇ રહી હતી.આ શંકા ને પુષ્ટિ આપતો ઍક મામલો સામે આવ્યો છે. જેમા 63 વર્ષીય બાંગ્લા દેશની વતની માલેકાબેગમ ઍક વર્ષના મલ્ટી પલ વિઝા લઈ સુરત આવી હતી પરંતું વર્ષ 2020માં કોરોના મહામારી ફેલાતા માલેકા બેગમે બોગસ આધાર કાર્ડ મેળવી કોરોનાની રસી લીઘી હતી. ભારતનાં બોગસ આધારકાર્ડ અંગે પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો. તપાસમા ચોંકાવનારી માહિતી બહાર આવી હતી કે ઍક વખત માલેકાબેગમ ગેરકાયદેસર ભારત આવી હતી અને સુરત ખાતે ભીખ માંગી ગુજરાન કરતી હતી… તેનાં પતિ અને બે પુત્રીઓ બાંગ્લા દેશમા રહે છે તેમને નિયમીત નાણાં પણ મોકલતી હતી… વચ્ચે ઍક વાર બંગલાદેશ જતી રહી હતી પછી પાછું ફરવું મુશ્કેલ જણાતા તે કાયદેસર પાસપોર્ટ બનાવી ભારત અને સુરત આવી હતી. અને બોગસ આધારકાર્ડ પ્રકરણમા ફસાઈ હતી. આમ સુરત જેવા મહાનગરોમા ભીખ માંગી ઍક વીદેશી રોજના રૂ 700થી 1000 કમાઈ શકે છે જ્યારે મહેનત કરવા મંગનારાઓને મંજુરી મળતી નથી..