Published by : Rana Kajal
ધાનેરામાં ભુવાએ લાખો રૂપિયા લેવાનો વીડિયો વાયરલ થવા મામલે ધારદાર અસર જોવા મળી છે. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ભુવાએ અઢારે આલમની માફી માગી પીડિત પરિવારને 40 લાખ રૂપિયા પરત કર્યા હતા. પીડિત પરિવારને 36 લાખ 10 હજાર રોકડ અને 1 લાખ 70 હજારની કિંમતના દાગીના પરત મળ્યા છે. ગામના બે ભાઈઓ પાસેથી ઠગ ભુવાએ રોકડ અને દાગીના પડાવ્યા હતા જે પરત કરતા પરિવારને હાશકારો થયો છે. નોંધનીય છે કે, શંકર રબારી નામના ભુવાએ વીડિયો શેર કરી માફી પણ માંગી હતી.
ધાનેરામાં 1 કરોડમાં દુ:ખ દૂર કરવાની ઓફર કરનાર ભૂવો ભાનમાં આવ્યો છે. ભૂવાએ ભેગા થઈને 1 કરોડમાં દુખ દૂર કરવાનું કહીને બે ભાઈ પાસેથી 35 લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ ભોગ બનનારા ભાઈઓએ ધાનેરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેના અહેવાલ બાદ 5 ભૂવાઓએ પીડિત બંને ભાઈને 40 લાખ પરત કર્યા હતા.