Published by : Vanshika Gor
દેશમાં ટોલ ટેકસ ભરવામાંથી કેટલાક વિશેષ વ્યક્તિઓને મુક્તિ આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટી જાણકારી આપી છે. જો આપ ભારે ભરખમ ટોલ ટેક્સથી પરેશાન છો, તો આપને જણાવી દઈએ કે, દેશમાં કેટલાય લોકોને ટેક્સ આપવો પડતો નથી. તેને લઈને સરકાર તરફથી ગાઈડલાઈન જાહેર કરીને બતાવામાં આવ્યું છે. સરકારે જણાવ્યું છે કે, નવા નિયમો અંતર્ગત ટોલ ટેક્સમાં છૂટનો ફાયદો મળશે. જેની આખી યાદી હાલમાં સામે આવી છે.
આ લોકને નહીં ભરવો પડે ટેક્સ
આપને જણાવી દઈએ કે, ટોલ ટેક્સને NHAI તરફથી વસૂલવામાં આવે છે. જો આપ હાઈવે પર ફોર વ્હીલ લઈને મુસાફરી કરો છો, તો આપને આ ટેક્સ આપવાનો હોય છે. તો વળી જો આપ ટુ વ્હીલર વાહનથી મુસાફરી કરો છો, તો આપને ટોલ ટેક્સ આપવો પડશે નહીં. ટુ વ્હીલર વાહન ખરીદતી વખતે ગ્રાહકો પાસેથી રોડ ટેક્સ લેવામાં આવે છે. હાલમા ટોલ ટેક્સની રકમ વાહનની લંબાઈ પર નિર્ભર કરે છે.
આ રહી યાદી
- ભારતના રાષ્ટ્રપતિ
- ભારતના વડા પ્રધાન
- ભારતના મુખ્ય ન્યાયાધીશ
- ભારતના ઉપરાષ્ટ્રપતિ
- રાજ્યના રાજ્યપાલ
- કેન્દ્રીય કેબિનેટ મંત્રી
- સુપ્રીમ કોર્ટના જજ
- લોકસભાના સ્પીકર
- કેન્દ્રીય રાજ્ય મંત્રી
- કેન્દ્રના મુખ્ય પ્રધાન
- કેન્દ્રશાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર
- સંપૂર્ણ જનરલ અથવા સમકક્ષનો હોદ્દો ધરાવતો ચીફ ઓફ સ્ટાફ
- રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ
- હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
- રાજ્યની વિધાન પરિષદના પ્રમુખ
- હાઈકોર્ટના જજ
- ભારત સરકારના સચિવ
- કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ
- સંસદ સભ્ય આર્મી કમાન્ડર, વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ
- સંબંધિત રાજ્યમાં રાજ્ય સરકારના મુખ્ય સચિવ
- રાજ્યની વિધાનસભાના સભ્યો
- રાજ્યની મુલાકાતે આવેલા વિદેશી મહાનુભાવો
આ લોકોને પણ નહીં આપવો પડશે ટેક્સ
ઉપર આપવામાં આવેલી યાદી ઉપરાંત અર્ધસૈનિક દળ અને પોલીસ સહિત વર્દીમાં કેન્દ્રીય અને રાજ્ય સશસ્ત્ર ફોર્સ, ફાયર વિભાગ અથવા સંગઠનના એક કાર્યકારી મજિસ્ટ્રેટ, નેશનલ હાઈવેના નિરીક્ષણ, સર્વેક્ષણ, નિર્માણ અથવા સંચાલન, શબ વાહન, રક્ષા મંત્રાલ અને દિવ્યાંગ માટે બનાવામાં આવેલા મેકેનિકલ વાહનોને પણ ટેક્સ આપવો પડશે નહીં.