- એક વ્યક્તિનો પડછાયો દેખાયોની ચર્ચાએ જોર પકડ્યું
- કારમાં જઇ રહેલી બે વ્યક્તિએ વીડિયો ઉતાર્યો
- આ વીડિયોની ચેનલ નર્મદા પુષ્ટિ કરતું નથી.
સુરતના ડુમ્મસ બીચનો એક વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં 8થી 10 ફૂટની આકૃતિ ફરતી દેખાઈ રહી છે.
સુરતમાં આવેલા ડુમ્મસ બીચને ભૂતિયા બીચ તરીકે ઓળખવામાં આવે છે. અહીં પોલીસ ચોકીમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મીઓને પણ ભૂતનો અનુભવ થયાની ચર્ચા થતી હોય છે. ત્યારે હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં 8થી 10 ફૂટની આકૃતિ ફરતી દેખાઈ રહી છે. કારમાં જઇ રહેલા બે વ્યક્તિએ તેનો પીછો કરી આ વીડિયો ઉતાર્યો છે. જો કે, આ વીડિયોની ચેનલ નર્મદા કોઈ જ પુષ્ટિ કરતું નથી.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે, બે વ્યક્તિ કારમાં જઈ રહી છે. તેઓને ડુમ્મસ જતા પહેલા ચેક પોસ્ટ ઉપર 8થી 10 ફૂટના પડછાયા જેવું દેખાઈ રહ્યું છે. બે વ્યક્તિઓ તેનો પીછો કરી રહી છે. અને વિડિયો ઉતાર્યો છે. અને તેઓએ વીડિયો વાયરલ કર્યો છે. વીડિયો વાયરલ થયા બાદ ઘણા સમય પછી ફરી એક વખત ડુમ્મસ બીચ ઉપર ભૂત ફરે છે તેવી વાત વહેતી થઈ ગઈ છે. જણાવી દઈએ કે, ડુમ્મસ બીચ સાથે ઘણી ડરામણી કહાનીઓ જોડાયેલી છે. કબ્રસ્તાન તરીકે આ દરિયાકિનારાનો ઉપયોગ તરીકે કરવામાં આવતો હતો અને તેને કારણે જ એ દરિયા કિનારાની રેતી કાળી છે. સાથે સાથે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે એ દરિયા કિનારે રાત્રે ઘણી આત્માઓ પણ ભટકે છે અને એટલા માટે જ એ બીચ પર રાત્રે એકલું જવાની મનાઈ છે. સુરતના ડુમ્મસ બીચનું નામ ભારતની મોસ્ટ હોન્ટેડ જગ્યાઓમાં સામેલ છે.જો કે, આ વાત ઘણા લોકો માનતા નથી.અને ચેનલ નર્મદા પણ આ વાતની કોઈ પુષ્ટિ કરતું નથી.
(ઈનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)