Published by : Rana Kajal
રાજ્યમાં ભાજપે મેળવેલી ભવ્ય જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની કેબિનેટ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામું સોંપી દીધું, મુખ્યમંત્રી રાજ્યપાલ દેવવ્રત સાથે મુલાકાત કરી તેમજ નવી સરકાર રચવા માટેનો પ્રસ્તાવ મૂક્યો. મુખ્યમંત્રી 12 ડિસેમ્બરે રાજ્યના બીજી વારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. વર્તમાન વિધાનસભાને વિસર્જિત કરીને નવી સરકારની રચના કરવામાં આવશે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ જાન્યુઆરી સુધીનો છે. આ શપથ વિધી સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી , કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે.
વિધાનસભા ગ્રાઉન્ડમાં થશે શપથ વિધી
12 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે વિધાનસભાના ગ્રાઉન્ડમાં શપથ વિધી કરવામાં આવશે. આ શપથ વિધી માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શપથવિધી સાથે સાથે વિવિધ ખાતની જવાબદારી કોને સોંપવામાં આવશે તે અંગેના નામની ચર્ચા શરૂ થઈ છે. નવા મંત્રીમંડળમાં જૂના જોગીઓને પણ છે મહત્વની જવાબદારી મળી શકે છે.
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં 182માંથી 156 બેઠક ભારતીય જનતા પાર્ટીને (BJP) મળી છે. 17 બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ, 05 બેઠક પર આમ આદમી પાર્ટી અને 4 બેઠક પર અન્ય એ જીત મેળવી છે. આ પહેલા વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીને 99 બેઠક મળી છે, આ વર્ષે ભાજપને તેના કરતા 57 બેઠક વધારે મળી છે.