Published By : Patel Shital
જયપુરમાં ડોકટર દર્દીના શરીરમાં સર્જિકલ કાતર ભૂલી જતા દર્દીનું મોત નિપજ્યું હતું. દર્દીના અંતિમ સંસ્કાર કરતા દર્દીના અસ્થિમાંથી સગા સંબધીઓને સર્જીકલ કાતર મળી આવી હતી. જયપુરની ફોર્ટિસ હોસ્પિટલ સામે એક દર્દીના પરિવારે બેદરકારીનો આક્ષેપ કરી પોલીસ કેસ કર્યો હતો. હોસ્પિટલમાં ગત 30 મે ના રોજ ઉપેન્દ્ર શર્મા ઉ. વ. 74 ની હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. સર્જરી બાદ તબિયત સુધરવાના સ્થાને વધુ બગડતા આખરે દર્દીનુ મોત નિપજ્યું હતું.
ઉપેન્દ્ર શર્માની અંતિમ ક્રિયા બાદ સ્વજનો અસ્થિ લેવા ગયા હતા. લોકોના આશ્ચર્ય વચ્ચે અસ્થિમાંથી સર્જીકલ કાતર મળી આવી હતી. જેના પગલે સ્વજનોએ આક્ષેપ કર્યો હતો કે ડોકટરે અને તેથી હોસ્પિટલે બેજવાબદારી ભર્યું વર્તન કરતા દર્દીનું મોત નિપજ્યું છે તેવો આક્ષેપ કર્યો હતો સાથે જ તેથી પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી છે. જો કે હોસ્પિટલના કર્તાહર્તાઓએ તમામ આક્ષેપો અંગે રદીયો આપ્યો હતો.