Home News Update Nation Update ભેજની સમસ્યાનો ઉકેલ…એસીની જરૂર નથી! આ નાનું ઉપકરણ ભેજને કરશે સમાપ્ત, કિંમત...

ભેજની સમસ્યાનો ઉકેલ…એસીની જરૂર નથી! આ નાનું ઉપકરણ ભેજને કરશે સમાપ્ત, કિંમત પણ છે ઓછી…

0

Published By:-Bhavika Sasiya

ગરમી અને ભેજ અને તેથી બફારાની સમસ્યા ના પગલે લોકો ત્રાહિમામ પોકારે છે પરંતુ હવે તેનો ઉકેલ મળી ગયો છે …
વરસાદની મોસમમાં ભેજ લોકોને ખૂબ જ પરેશાન કરે છે. વરસાદને કારણે ભેજનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધે છે. આ સિઝનમાં કુલરનો ઉપયોગ કરવો ખૂબ જ ખોટું સાબિત થાય છે, કારણ કે તેનાથી ભેજ ઘણો વધી જાય છે. ભેજથી બચવા માટે હવે એક જ વિકલ્પ બચ્યો છે અને તે છે AC. પરંતુ એસી ખૂબ મોંઘા હોય છે અને દરેકને તે પોસાય તેમ નથી.પોર્ટેબલ ડિહ્યુમિડિફાયર પોર્ટેબલ છે અને ઘરમાં ગમે ત્યાં મૂકી શકાય છે. જ્યાં પણ રાખશો તે જગ્યાનો ભેજ ખતમ થઈ જશે. તે અમુક અંશે વોટર પ્યુરીફાયર જેવું કામ કરે છે. તેમાં એક નાની ટાંકી ઉપલબ્ધ છે. જ્યારે તે આસપાસના વાતાવરણમાંથી ભેજને શોષી લે છે ત્યારે પાણી ટાંકીમાં એકત્ર થાય છે.

જ્યારે ભેજ ઘટે છે, ત્યારે રૂમમાં ચાલતા પંખા અથવા કુલરની હવા ફરશે અને રૂમને ઝડપથી ઠંડક આપશે. તેની કિંમત પણ ACની સરખામણીમાં ઘણી ઓછી છે. 1.5 ટન ACની કિંમત લગભગ 30 હજાર રૂપિયા છે, જ્યારે તમને ડિહ્યુમિડિફાયર 6 હજારની શરૂઆતની કિંમતે મળશે. કેટલાક ખૂબ જ નાના ડિહ્યુમિડીફાયર ઓનલાઈન પણ ઉપલબ્ધ છે, જેની કિંમત લગભગ એક હજાર રૂપિયા છે. તે નાની જગ્યાઓની ભેજ ઘટાડે છે. પરંતુ તેઓ મોટા રૂમમાં અસરકારક સાબિત થતા નથી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version