Home News Update Health ભોજનની અરુચિ છે ઘણી બીમારીઓનું ઘર ! આ ઉપાયોથી કરો તેને નિયંત્રિત…

ભોજનની અરુચિ છે ઘણી બીમારીઓનું ઘર ! આ ઉપાયોથી કરો તેને નિયંત્રિત…

0

Published By : Disha PJB

જયારે લાંબા સમયગાળા સુધી ભૂખ્યા રહેવા છતાં ભૂખ ન લાગે, જમવા સમયે ખોરાક તરફ દ્વેષ થાય, ક્યારેક તો જમવાના વિચારથી પણ દ્વેષ થાય ત્યારે ભોજનમાં અરૂચિ છે તેવું કહીએ છીએ. ભોજન તરફ અરૂચિ થોડા સમયગાળા દરમ્યાન થાય ત્યારે અપચો કે કોઈ સામાન્ય કારણ હોઈ શકે છે.

ન પચેલા ખોરાકનું પાચન થઇ ગયા બાદ આપોઆપ ભૂખ લાગતી હોય છે. પરંતુ ભોજન તરફ અરૂચિ સતત લાંબો સમય ચાલુ રહે ત્યારે અરૂચિને માત્ર અપચો ગણી અવગણી શકાય નહીં.

ત્રિફળા પાવડર એ ઘણા ઘરેલું ઉપચારો માટે રામબાણ રામબાણ ઈલાજ છે. તેનો ઉપયોગ મોટાભાગે લોકો કબજિયાતમાં કરે છે. જો તમને પણ સમયસર ભૂખ ન હોય તો ત્રિફળા પાવડર નું સેવન કરી શકો છો. આ માટે તમારે નવશેકા દૂધમાં એક ચમચી ત્રિફળા પાવડર નું સેવન કરવું જોઈએ. તેના નિયમિત સેવનથી ભૂખ વધે છે.

ભૂખ વધારવા માટે ગ્રીન ટીને એક સારો ઘરેલું ઉપાય માનવામાં આવે છે. તેના નિયમિત સેવન થી ભૂખ વધે છે, એટલું જ નહીં, અનેક રોગોથી પણ રાહત થાય છે. 

ઉનાળા ની ઋતુમાં શરીરને પૂરતા પાણીની જરૂર હોય છે. તેથી આ સમયે નિયમિત પણે પાણી લેતા રહો. તેનાથી ભૂખ પણ વધે છે અને શરીરમાં પાણીની તંગી પણ થતી નથી. 

અજમાનું સેવન પેટ ની ઘણી સમસ્યાઓમાં ઘરેલું ઉપાય છે. તમે તેનો ઉપયોગ અપચો અથવા ભૂખ ન લાગવી ની સમસ્યામાં કરી શકો છો. તેને ખાવાથી પેટ પણ સાફ રહે છે. ઘણા ભારતીયો તેમાં મીઠું ઉમેરીને તેને હલકા શેકી ને ખાય છે. જો તમને ભૂખ ન હોય તો દિવસમાં એક થી બે વાર તેનું સેવન કરો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version