Home News Update Nation Update ભોપાલના વિકાસમાં મહીલાઓનો સિંહફાળો…બેગમોના શાસનના દિવસોમાં ભોપાલે માટે પ્રગતિના સોપાન સર કર્યા…

ભોપાલના વિકાસમાં મહીલાઓનો સિંહફાળો…બેગમોના શાસનના દિવસોમાં ભોપાલે માટે પ્રગતિના સોપાન સર કર્યા…

0

Published by : Rana Kajal

વિશ્વ મહિલા દિવસ મહિલાઓનું વધતું જતું વર્ચસ્વ અને સમાજમાં તેમના યોગદાન અંગે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાનો દિવસ છે એમ કહી શકાય.ભોપાલ કે જે રાજાશાહી પરંપરા અંગે ખૂબ જાણીતું છે. તો ભોપાલનાં રાજવી યુગમા જે પ્રદાન મહારાજા નથી આપી શક્યા તેના કરતા અનેક ગણું વધુ મહારાણીઓએ આપ્યુ છે.ભોપાલમાં રાજવી યુગનો પ્રારંભ સરદાર દોસ્ત મોહમદ ખાને ફત્તેંહગઢનો કિલ્લો બનાવી કર્યોં હતો. પરંતું તેની આગવી ઓળખ ઉભી કરી બેગમોએ અને તેમના સુશાશને. બેગમોના શાસનની શરુઆત કુદસિયા બેગમથી થઈ હતી. જે શાસન આશરે 107વર્ષ સુઘી ચાલ્યું હતું . બેગમની હુકુમત વર્ષ 1819થી 1926સુઘી રહી હતી.આ ગાળો હજી પણ ભોપાલના સુવર્ણ યુગ તરીકે જાણીતો છે. બેગમના સમયમા ભોપાલની ખ્યાતી ચારે દિશામાં પ્રસરી હતી.આ એ યુગ હતો જ્યારે વિશ્વમાં મહિલાઓને ખાસ મહત્ત્વ આપવામા આવતુ ન હતું તેવા સમયે બેગમોએ ભોપાલ નો સર્વોત્તમ વિકાસ કરી બતાવ્યો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version