Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeEarthમંગળ ગ્રહની તસ્વીરો પ્રથમ વખત સામે આવી...

મંગળ ગ્રહની તસ્વીરો પ્રથમ વખત સામે આવી…

  • નાસાએ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા તસવીરો લીધી
  • આ પહેલા ગુરુ ગ્રહની પણ તસવીર લેવામાં આવી હતી

નાસા(National Aeronautics and Space Administration)ના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે પાડોશી ગ્રહ એવા મંગળ ગ્રહની અમુક તસ્વીરો જારી કરી છે. બ્રહ્માંડની અવિશ્વસનીય તસ્વીરો નાસા કેપ્ચર કરે છે. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા મંગળની પહેલી ઝલક નિયર-ઇન્ફ્રારેડ કેમેરા દ્વારા કેપ્ચર કરવામાં આવી છે. આ તસ્વીરમાં મંગળ ગ્રહ પૂર્વી ગોળાર્ધના એક હિસ્સાના બે અલગ અલગ તરંગ લંબાઇમાં જોવા મળે છે. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે મંગળ ગ્રહના ફોટો 5 સપ્ટેમ્બરના રોજ લીધા હતા. 

નાસા(National Aeronautics and Space Administration), યૂરોપીય અંતરીક્ષ એજન્સી – ESA અને કેનેડાની અંતરીક્ષ એજન્સી – CSA વચ્ચે થયેલ એક આંતરરાષ્ટ્રીય ગઠબંધન બાદ વર્ષ ૨૦૨૧ના ડિસેમ્બર મહિના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપને લોન્ચ કરાયું હતું. ગત મહિને, ટેલિસ્કોપે આપણને બૃહસ્પતિ ગ્રહનનું દ્રશ્ય આપ્યું હતું, જેમાં ગ્રહની ચારે તરફ અરોરા જોવા મળ્યા હતા.

આજે નાસા દ્વારા ટેલિસ્કોપની લાલ ગ્રહની પ્રથમ તસ્વીરને પ્રદર્શિત કરવામાં આવી હતી. ટેલિસ્કોપનાં ઓફિશિયલ ટ્વિટ અનુસાર, ક્લોઝ અપ તસવીરો એક હ્યૂજેન્સ ક્રેટર, ડાર્ક વૉલકેનો, સિર્ટીસ મેજર અને હેલસ બેસિન વિશે વિવરણ આપે છે. આ પહેલા નાસા દ્વારા ગુરુ ગ્રહની પણ તસ્વીર લેવામાં આવી હતી. નાસા(National Aeronautics and Space Administration) અનુસાર, આવનારા ભવિષ્યમાં મંગળ મિશન ટીમ ગ્રહ પર પ્રાદેશિક તફાવતો શોધવા માટે ઇમેજિંગ અને સ્પેક્ટ્રોસ્કોપિક ડેટાનો ઉપયોગ કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!