Published by : Rana Kajal
કેન્દ્ર સરકાર દ્વારા પણ થોડા દિવસ પહેલા જ ખેડૂતો માટેની જાહેરાત કરવામાં આવી હતી અને જે રીતે ટેકાના ભાવમાં વધારો થયો છે તેના કારણે ખેડૂતોને લાભ થશે તેવુ રાજ્ય સરકારનું માનવુ છે. દર વર્ષની જેમાં લાભ પાંચમથી ટેકાના ભાવથી રાજ્ય સરકાર ખરીદી શરુ કરી દેશે. રાજયના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે.
લાભ પાંચમથી 90 દિવસની અંદર ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. લાભ પાંચમથી જ 50 સેન્ટર પર ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે. મગફળી 5850 રૂપિયા પ્રતિ ક્વિંટલ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. મગફળીની ખરીદી માટે 62 હજાર ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
ચણાના MSPમાં 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે તેનો લઘુત્તમ ટેકાના ભાવ રૂપિયા 5335 ક્વિન્ટલ થઈ ગયો છે. જ્યારે, મસૂરની લઘુત્તમ ટેકાના ભાવમાં 500 થી 6000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો થયો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે પાકેલા સરસવના MSPમાં 400 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.