Published by : Anu Shukla
સામાન્ય રીતે બહાર ફરવા જતા હોય કે બાગ બગીચામા કુટુંબીજનો કે મિત્રો સાથે બેઠા હોય ત્યારે મગફળી આરોગતા લોકો જણાય છે. મગફળી માત્ર ટાઇમ પાસ નથી પરંતુ આરોગ્ય માટે ગુણકારી પણ છે…
મગફળી આરોગ્ય માટે ગુણકારી છે તેમા પણ ભરૂચની ખારીસિંગ દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે સંશોધન મૂજબ મગફળી માનવીના આરોગ્ય માટે ફાયદાકારક પણ છે. જેમકે હાઈકાર્બોહાઈટ્રેટવાળા નાસ્તા બાદ મગફળીના થોડા દાણા ખાવાથી સુગર કન્ટ્રોલમા રહે છે. સાથેજ મગફળીમાં વિટામિન બી3 વધુ હોવાથી માનવીનું મગજ સક્રીય રહે છે . મગફળીમાં એન્ટીઓક્સિડેન્ટ્સ વધુ હોવાથી રોગપ્રતિકારક શકિત વધે છે.આ સાથે મગફળીમાં એનર્જી વધુ હોવાથી ફળાહારમા તેનો ઉપયોગ થાય છે . તેમજ પલાળેલી મગફળીમા ઓમેગા 6ફેટી ઍસિડ હોવાના કારણે ત્વચાના કોઈપણ રોગમા ફાયદાકારક છે તેમજ ત્વચામા નિખાર લાવે છે.