- જૉકે ટેકનિકલ શબ્દો અંગ્રેજીમાં રહેશે…
ભારત દેશનાં મઘ્ય પ્રદેશના રાજ્યમાં MBBS નો અભ્યાસ ક્રમ એટલે કે તબીબી ક્ષેત્રનો અભ્યાસ ક્રમ હિન્દીમાં ભણાવાશે. મઘ્ય પ્રદેશની 13સરકારી મેડીકલ કોલેજ માં પ્રથમ વર્ષના MBBSના વિદ્યાર્થિઓને એનેટોમી, ફિજીયોલોજી અને બાયો કેમેસ્ત્રી હવે હિન્દી ભાષામાં ભણાવાશે. મઘ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ઘ્વારા એવો દાવો કરવામા આવ્યો હતો કે એમ માનવામા આવી રહ્યુ હતુ કે મેડીકલ અને એન્જીન્યરીંગ અભ્યાસ ક્રમ હિન્દીમા ભણાવી શકાય તેમ નથી પરંતુ હવે આ માન્યતાનો અંત આવી રહયો છે. તબીબી ક્ષેત્રેનો અભ્યાસ ક્રમ હિન્દીમા તૈયાર કરવા અંગે મેડીકલ કોલેજના 97કરતા વધુ અધ્યાપકોએ 5 હજાર કરતા વધુ કલાકો મહેનત કરી હતી. જૉકે શિક્ષણ પ્રધાન વિશ્વાસ સારગે જણાવ્યુ હતું કે ટેકનિકલ શબ્દો અંગ્રેજી ભાષામાં રહેશે આમ દેશમાં મઘ્ય પ્રદેશ હિન્દીમા તબીબી ક્ષેત્રે અભ્યાસ ક્રમ શીખવનાર પ્રથમ રાજ્ય બનશે.