Published by : Rana Kajal
મણિપુર રાજ્યમાં ભળકેલ હિંસા શાંત થતી નથી. પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ તેમ હિંસા વધુ વકરતી જાય છે. હાલમાં ગૃહમંત્રી અમિત શાહે મણિપુરની મુલાકાત લીધી… પરંતુ પરિસ્થિતી કાબુમાં આવેલ નથી.
હાલમાં મણિપુરની પરિસ્થિતી જોતા તોફાનીઓએ સેનાના જવાનો પર પણ હુમલો કર્યો હોવાના એહવાલ સાપડી રહ્યાં છે. એટલુ જ નહિ પરંતુ તોફાનીઓએ જવાનો પાસેથી હથિયાર પણ છીનવી લેવાના પ્રયાસ કર્યા હતા.. આવી પરિસ્થિતિમાં કોંગ્રેસે મણિપુરની હિંસા અંગે ભાજપની વિભાજનવાદી નીતી જવાબદાર હોવાનું પણ જણાવ્યું હતું સાથે જ કોંગ્રેસના આગેવાનોએ વર્ષ 2001માં મણિપુરમાં થયેલ હિંસાને હાલની પરિસ્થિતિ સાથે સરખામણી કરી હતી. ગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખરગે અને અન્ય નેતાઓ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને મળી મણિપુરની પરિસ્થિતી અંગે યોગ્ય કરવા જણાવ્યું હતુંં.