Home News Update Nation Update મતદાન અને ચૂંટણી લડવાની ઉંમર વચ્ચેનું અંતર ઘટશે નહીં… ચૂંટણી પંચ

મતદાન અને ચૂંટણી લડવાની ઉંમર વચ્ચેનું અંતર ઘટશે નહીં… ચૂંટણી પંચ

0

Published by : Anu Shukla

  • શુ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડવાની લઘુત્તમ ઉંમર 25 થી ઘટાડીને 21 વર્ષ કરી શકાય
  • ચૂંટણી પંચે મતદાનની ઉંમર અને ચૂંટણી લડવાની લઘુત્તમ ઉંમર વચ્ચે સમાનતા લાવવા સામે વાંધો ઉઠાવ્યો

ચૂંટણી પંચે મતદાનની ઉંમર અને ચૂંટણી લડવાની લઘુત્તમ ઉંમર વચ્ચે સમાનતા લાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત ચૂંટણી પંચે સંસદીય પેનલને પણ કહ્યું કે તેણે ‘ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)નું વિશ્વસનીય અને સંશોધિત સંસ્કરણ’ વિકસાવ્યું છે. આ માટે ચૂંટણી પંચ જાન્યુઆરીમાં વિજ્ઞાન ભવનમાં તમામ પક્ષો સામે તેનું પ્રેઝન્ટેશન પણ આપશે. જાહેર ફરિયાદ, કાયદો અને ન્યાય પરની સ્થાયી સમિતિ સમક્ષ ચૂંટણી પંચના અધિકારીઓએ ગત સોમવારે કહ્યુ હતું કે લોકસભા, વિધાનસભા, રાજ્યસભામાં ચૂંટણી લડવાની લાયકાત સ્વરુપે લઘુત્તમ ઉંમર ઓછી કરવા સાથે સંમત નથી. સંસદીય પેનલે ચૂંટણી પંચને લઘુત્તમ વય મર્યાદા ઘટાડવા માટે પુછવામાં આવ્યુ હતું.

શું લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડવાની લઘુત્તમ ઉંમર 25 થી ઘટાડીને 21 વર્ષ કરી શકાય: સંસદીય પેનલ

સંસદીય પેનલે ચૂંટણી પંચને પૂછ્યું હતું કે શું લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડવાની લઘુત્તમ ઉંમર 25 થી ઘટાડીને 21 વર્ષ કરી શકાય છે જ્યારે ઉચ્ચ સદન માટે તે 30 થી ઘટાડીને 25 કરી શકાય છે. આ પ્રસ્તાવ 1998માં પણ પોલ પેનલને મોકલવામાં આવેલી કેટલીક સુધારા દરખાસ્તોનો એક ભાગ હતો. જો કે, ચૂંટણી પંચે સંસદીય પેનલને જણાવ્યું હતું કે તે મતદાનની વય અને ચૂંટણી લડવા માટેની લઘુત્તમ ઉંમર વચ્ચે સમાનતા લાવવા માટે સંમત નથી.

અધિકારીઓએ જણાવ્યું કે બંધારણ સભા સમક્ષ આવા સૂચનો આવ્યા હતા. પરંતુ બી. આર. આંબેડકર એ આવા પગલાનો વિરોધ કરવા માટે એક નવી કલમ જે હાલમાં બંધારણની કલમ 84 છે જેને સામેલ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. તેમણે સૂચવ્યું હતું કે જે લોકો પાસે ચોક્કસ યોગ્ય લાયકાતો અને ચોક્કસ માત્રામાં જ્ઞાન અને વિશ્વની બાબતોમાં વ્યવહારુ અનુભવ હોય તેઓએ વિધાનસભામાં સેવા આપવી જોઈએ.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version