Published by : Rana Kajal
મધ્યપ્રદેશના ઓરછામાં બેતવા નદીના ઉત્તર કિનારે ખોદકામ દરમિયાન 500 વર્ષ કરતા જૂનાં શહેરના અવશેષ મળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ ખોદકામ દરમિયાન 500 વર્ષ કરતાં વધુ જૂની સરંચના મળી આવી હતી. સંરચનાનું બારીકાઇથી નિરીક્ષણ કર્યા બાદ નિષ્ણાતોએ એવો મત જાહેર કર્યો હતો કે આ એક જે-તે સમયના એક વિકસિત શહેરના અવશેષ હોય તેવું જણાઈ રહ્યું છે. વધુ સંશોધન કરતા ઘણી વિગતો સામે આવે તેવી શકયતા જણાઈ રહી છે સૌથી મહત્વની બાબત એ પણ છે કે મળી આવેલ સંરચનામાં નાના મહેલના કેટલાક અવશેષ મળી આવ્યા છે. જેના પરથી રાજાશાહી કે અન્ય બાબતોની પણ કલ્પના કરવામાં આવી રહી છે અત્રે નોંધવું રહ્યું કે ઓરછાની સ્થાપના 16 કે 17 મી સદીમા બુંદેલાના રાજા ભારતી ચંદ દ્વારા કરવામા આવી હતી.