Sunday, April 5, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateમધ્યપ્રદેશના બેતુલમાં ગમખ્વાર અકસ્માત…બસ સાથે કાર અથડાતા 11ના મોત…

મધ્યપ્રદેશના બેતુલમાં ગમખ્વાર અકસ્માત…બસ સાથે કાર અથડાતા 11ના મોત…

  • 5 પુરૂષો, 4 મહિલાઓ અને બે બાળકોના ઘટનાસ્થળે જ મોત

મળતી વિગતો અનુસાર, કારમાં સવાર તમામ લોકો અમરાવતીથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન બેતુલ પરતવાડા રોડ પર આવેલા ઝાલર ગામ પાસે રાત્રિના 2 કલાકે કારના ડ્રાઈવરે નિદ્રાધીન થઈને કાર પરનો કાબુ ગુમાવી દીધો હતો. બેતુલ પરતવાડા રોડ પર બસ નંબર MP 48 P 0193 અને ટવેરા કાર વચ્ચે ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફુરચા ઉડી ગયા હતા. આ દર્દનાક અકસ્માતમાં 5 પુરૂષો, 4 મહિલાઓ અને બે બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. માહિતી મળતાં જ બેતુલ કલેક્ટર અને એસપી સહિત અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

બેતુલના પોલીસ અધિક્ષક સિમાલા પ્રસાદે જણાવ્યું કે ઝાલર વિસ્તાર પાસે બસ નંબર MP 48 P 0193 અને ટવેરા કાર વચ્ચે ટક્કર થઈ હતી. કારમાં સવાર તમામ લોકો મજૂર છે, તે બધા મહારાષ્ટ્રના કલમ્બાથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security