મધ્યપ્રદેશના ધારાસભ્ય સુલોચના રાવત અલીરાજપુર સ્થિત પડી જતા વડોદરાની હોસ્પીટ્લ ખાતે રીફર કરાતા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પહોંચી જઇ ખબર અંતર પૂછ્યા હતા
મધ્યપ્રદેશના ધારાસભ્ય સુલોચના રાવત મધ્ય પ્રદેશના અલીરાજપુર સ્થિત તેઓના ઘરે પડી ગયા હતા. ત્યારબાદ તેઓને ૧૦૮ની મદદ વડે વડોદરાની ખાનગી સુપર સ્પેશિયલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. ત્યારે આજ રોજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. અને ધારાસભ્ય સુલોચના રાવતને સારવાર અંગે પૂછવા ખાતે હોસ્પિટલ ગયા હતા. અને તેઓના ખબર અંતર પૂછ્યા હતા. ત્યારબાદ તેઓ પરત મધ્યપ્રદેશ ખાતે રવાના થયા હતા.મુલાકાત બાદ તેઓએ સારવાર અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે હવે સુલોચના રાવતની તબિયત સારી છે. અને તેઓ ઝડપથી સ્વસ્થ થશે. તેઓએ ગુજરાતના તબીબો અને ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
(ઈનપૂટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)