- રાજસ્થાનના ભરતપુરમાં એક ચાર્ટેડ પ્લેન ક્રેશ થયું
મધ્ય પ્રદેશના મોરેના પાસે બે એરક્રાફ્ટ ક્રેશ થયા છે. એક સુખોઈ-30 અને મિરાજ 2000 એરક્રાફ્ટ ક્રેશ થયા છે. આ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. શોધ અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બંને વિમાનોએ મધ્યપ્રદેશના ગ્વાલિયર એરબેઝ પરથી ઉડાન ભરી હતી. પ્રેક્ટિસ ચાલી રહી હતી. તે દરમિયાન આ એરક્રાફ્ટ ક્રેશ થયા હોવાની માહિતી મળી છે.
રાજસ્થાનના ભરતપુરમાં ભારતીય સેનાનું એક ફાઈટર જેટ ક્રેશ થયું છે. ફાઈટર જેટ શનિવારે સવારે ભરતપુરના સેવર પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલા વિઝામાં ક્રેશ થયું હોવાનું કહેવાય છે. દુર્ઘટનાની માહિતી મળતા જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પાયલોટ અને વિમાનમાં સવાર અન્ય લોકોને હજી સુધી શોધી શક્યા નથી.
મળતી માહિતી અનુસાર ઉચૈન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પિંગોરા રેલવે સ્ટેશન પાસે આ પ્લેન દુર્ઘટનાનો શિકાર બન્યું છે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે લોકોને બચાવ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે રસ્તાઓ ઉબડખાબડ છે અને ફાયર ફાયટરોને ઘટના સ્થળે પહોંચવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો એમ પણ કહી રહયા છે કે વિમાન હવામાં હતું ત્યારે આગ લાગી હતી. આગ લાગ્યાના ઘણા સમય બાદ પ્લેન જમીન પર પડી ગયું છે.