Home News Update Nation Update મધ્ય પ્રદેશનુ…નારાજ… મહારાજ… અને શિવરાજ… ફેક્ટર..ભાજપને નુકશાન કરી શકે છે…

મધ્ય પ્રદેશનુ…નારાજ… મહારાજ… અને શિવરાજ… ફેક્ટર..ભાજપને નુકશાન કરી શકે છે…

0

Published By:-Bhavika Sasiya

હવે ગણતરીના મહિનાઓ બાદ અને લોકસભાની ચૂંટણી પહેલાં મધ્યપ્રદેશ વિધાન સભાની ચૂંટણી યોજાશે… આમતો હાલ મધ્ય પ્રદેશમાં ભાજપની સત્તા છે . તેમ છતાં જો રાજકીય વિશ્લેષણ કરવામાં આવે તો જણાશે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપા જીતી ન હતી. પરંતું તડજોડની રાજનીતી ના પગલે ભાજપે સત્તા મેળવી હતી…

હવે આજના સમયમાં મધ્યપ્રદેશમાં રાજકીય પરિસ્થિતી ભાજપ માટેની જોઈએ તો ભાજપ માટે મધ્ય પ્રદેશની રાજકીય ધરી ઍટલે.. નારાજ.. મહારાજ.. અને શિવરાજ…… આ ત્રણ મુખ્ય પરિબળો કામ કરી રહ્યા છે. જેમા નારાજ એટલે એ ભાજપનાં અસંતોષી નેતાઓ અને કાર્યકરો કે જે ભલે ભાજપા સાથે હોય પરંતું મનથી ભાજપા સાથે નથી. તેઓ કોઇને કોઇ કારણોસર નારાજ છે… ત્યાર બાદ… મહારાજ… મહારાજ ઍટલે જ્યોતિરાદિત્ય સિંધિયા. તેઓ ભલે કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હોય પરંતું મોટી સંખ્યામા તેમનાં સમર્થકો હજી કોંગ્રેસમાં જ છે. તેઓ ચૂંટણી ટાંણે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે… અને…શિવરાજ … શિવરાજ ચોહાણ કેજે લાબા સમયથી મુખ્ય મંત્રી તરીકે કામગિરી કરી રહ્યાં છે…. તે ભાજપ માટે સૌથી નબળી કડી સાબીત થઈ શકે છે. શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા યોગીની નકલ કરી બુલડૉઝર ફેરવવાની નીતી અખત્યાર કરી… શિવરાજ સિંહ ચૌહાણની શાંત અને સોફ્ટ છબી ખરડાઈ છે તે ભાજપ માટે નુકશાન કરી શકે છે. તો કોંગ્રેસને મધ્યપ્રદેશમાં 150 બેઠકો કરતા વધુ બેઠકો મળી શકે છે તેના કારણો જોતા સત્તા વિમુખ રહેતાં કોંગ્રેસના કાર્યકરોમાં આવેલ એકતા, કર્ણાટક વિજયનો બૂસ્ટર ડોઝ આ બધા કારણો આપી શકાય.હવે ફરી એકવાર મોદી અને શાહની જોડીની કરામત. મોદી વેવ… મધ્યપ્રદેશમાં ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં વિજય અપાવી શકે છે કે નહી.. તે.. જોવું રહ્યું

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version