મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના માંડવી ગામમાં 55 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલા આઠ વર્ષના છોકરા તન્મય સાહુને બહાર કાઢવામાં આવ્યો છે. જોકે તન્મયનો જીવ બચાવી શકાયો નહોતો.
મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના માંડવી ગામમાં 55 ફૂટ ઊંડા બોરવેલમાં બાળક પડયો હોવાની માહિતી મળતાની સાથે જ SDERFની ટીમ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. તન્મય લગભગ 50 ફૂટ ઊંડાઈએ અટકી ગયો હતો અને વાતો કરી રહ્યો હતો. બોરવેલથી લગભગ 30 ફૂટના અંતરે બુલડોઝર અને પોકલેન મશીનની મદદથી ટનલ બનાવવા માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. પોકલેન મશીન વડે લગભગ 50 ફૂટ ઊંડાઈ સુધી ખોદકામ કરવામાં આવ્યું હતું.
84 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બોરવેલમાંથી બહાર કાઢ્યા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જો કે જોકે તન્મયનો જીવ બચાવી શકાયો નહોતો. આથનરના સ્ટેશન હાઉસ ઓફિસર અજય સોનીએ જણાવ્યું હતું કે, માંડવીના સુનિલ સાહુનો આઠ વર્ષનો પુત્ર તન્મય મંગળવારે સાંજે લગભગ 5 વાગ્યે જૂના બોરવેલમાં પડી ગયો હતો.