Published By : Patel Shital
- ગઝવા – એ – હિંદનો પર્દાફાશ થયો…
મધ્ય પ્રદેશમાં ગઝવા – એ – હિંદ ના આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ થયો હતો. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી NIA ની તપાસ મુજબ ISIS દ્વારા ઉભુ કરાયેલ ગઝવા – એ – હિંદ દ્વારા મધ્ય પ્રદેશમાં અશાંતિ ફેલાવવાનો હેતુ હતો. આ અંગે ઉભી કરાયેલ યોજનાઓમાં લવ જેહાદ અંગે હિંદુ છોકરીઓને ટાર્ગેટ કરવાનો પ્લાન હતો..
જો કે NIA દ્વારા આ સમગ્ર પ્રકરણમાં મો.આદિલ ખાન, સૈયદ મેમુર અલી અને શાહિદ ખાનની ધરપકડ કરવામાં આવી છે. જેમની તપાસ દરમિયાન વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી સંભાવના જણાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે થોડા મહિના બાદ મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે સાથે જ મધ્ય પ્રદેશ સાથે અન્ય 4 રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. તે સાથે વર્ષ 2024 માં લોકસભાની ચૂંટણી પણ યોજાશે. આમ આવનાર લગભગ એક વર્ષ દેશમાં ચૂંટણીનું વાતવરણ રહેશે. આ પરિસ્થિતિનો ભરપુર ફાયદો ISIS જેવી અસામાજીક એજન્સીઓ લઈ દેશમાં અશાંતિ ફેલાવવા માંગી રહી છે એમ જણાઈ રહ્યું છે.