Published By:-Bhavika Sasiya
આ આસનોમા વક્રાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન, મર્કટાસન જેવાં સંખ્યાબંધ આસનો છે જેમાં કરોડરજ્જુને મરોડ મળે છે. જો દરરોજ કમ્પલ્સરી કરવાં જ જોઈએ એવાં આસનોનું લિસ્ટ બને તો આ સૌથી પહેલાં આવે. યોગની ભાષામાં ટ્વિસ્ટિંગ ધરાવતાં આ આસનો કરવાની સાચી રીત કઈ? એનાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તર પર શું તે જોતા પાણીમાં બોળેલો ટૉવેલ હાથમાં પકડીને એને જ્યારે તેને નિચોવો ત્યારે જે થાય તે થાય છે વધારાનું પાણી બહાર નીકળી જાય અને ટૉવેલ સુકાવાની પ્રોસેસ જલદી પૂરી થાય. આપણી સ્પાઇન એટલે કે કરોડરજ્જુને નિચોવીને એને ટૉક્સિન-ફ્રી કરવાની પ્રક્રિયા એ ટ્વિસ્ટિંગવાળાં આસનો. કરોડરજ્જુ બ્રેઇનનું એક્સ્ટેન્શન છે અને શરીર અને મસ્તિષ્કને જોડતો રાજમાર્ગ પણ છે. જો કરોડરજ્જુ સ્વસ્થ હોય તો આખું શરીર અને તમારું બ્રેઇન બન્ને તરોતાજાં રહેશે. આ કરોડરજ્જુને તાજગીસભર રાખવાનું કામ કરે છે
બહુ જ ઇફેક્ટિવ ટ્વિસ્ટિંગ આસનો તમારા રૂટીનનો હિસ્સો હોવાં જોઈએ એવી સ્પષ્ટતા કરતાં ઉત્સવ યોગ ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર અને બે દાયકાથી યોગના ક્ષેત્રમાં સક્રિય યોગશિક્ષક દેવાંગ શાહ કહે છે, ‘આખા શરીરને રિજુવિનેટ કરનારો અભ્યાસ છે. યોગાસનોના અભ્યાસમાં એનું એક વિશેષ સ્થાન છે. શરીરનું લચીલાપણું તો વધારે જ છે. બૅલૅન્સ સુધારે છે. સ્નાયુઓની સ્ટ્રેંગ્થ અને લેન્ગ્થ બન્ને બહેતર કરે છે પણ સાથે એની સાઇકોલૉજિકલ ઇફેક્ટ જોરદાર છે. આજના સમયમાં જ્યારે 90 ટકાથી વધુ બીમારી સાઇકોસોમૅટિક એટલે કે આપણી માનસિકતાને કારણે ઉદ્ભવી રહી છે ત્યારે એ ખાસ જરૂરી છે કે મનને હળવાશ આપે એવી વસ્તુઓ થાય. ટ્વિસ્ટિંગ થતું હોય એવાં આસનોને કારણે મનનૉ ભાર હળવો થઇ જાય છે.