ગૂજરાત રાજય સરકારની યોજનાનું અમરેલી જિલ્લામાં સૌથી મોટુ કૌભાંડ સપાટી પર આવ્યુ છે. શ્રમિક પરિવાર માટેની મનરેગા યોજનાનુ વર્ષ 2015 દરમીયાન આચરેલા કૌભાંડનો ભાંડો ફૂટતા ખળભળાટ મચી ગયો છે. જાફરાબાદ તાલુકાના કુલ 36 જેટલા ગામડામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ અંગેની પોલીસ ફરિયાદથી સનસનાટી ફેલાઇ ગઇ છે. આ કૌભાડ મા વર્ષ 2015થી લઈ 2019 સુધીમા સરકારના નાણા નુ કૌભાંડ થયુ હતું. રૂ
3 કરોડ 30 લાખ 26 હજાર 548ની ઉચાપત થઈ હતી વધૂ વિગતે જોતા જાફરાબાદ તાલુકા પંચાયતના ટી.ડી.ઓ વિજય સોનગરાએ જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં સરકારની મનરેગા યોજના અંતર્ગત સોંપવામાં આવેલી કામગીરી દરમ્યાન હિસાબી વર્ષ અને 2015થી લઈ 2019ના સમયગાળા દરમ્યાન જાફરાબાદ તાલુકાના 36 જેટલા અલગ અલગ ગામડામાં મનરેગા યોજના લાભાર્થીઓના નામે ડૂબલીકેટ જોબ કાર્ડ બનાવી તે જોબકાર્ડ ધારક સિવાયના અન્ય બીજા વ્યક્તિઓના બેન્ક એકાઉન્ટ ખોલી લાભાર્થીઓના નામના ખોટા દસ્તાવેજો બનાવી ખોટું રેકડ ઉભુ કરી રેકડ ખોટું બનાવટી હોવાનું જાણવા છતાં સાચા રેકડ તરીકે ઉપયોગ કરી પરસ્પર એક બીજાને સમાન ઈરાદો પાર પાડવા પૂર્વ આયોજિત કાવતરું રચી સરકારી સતાનો દૂર ઉપયોગ કરી જિલ્લા વિકાસ એજન્સી અમરેલી આઈ.ડી.પાસવર્ડનો દૂર ઉપયોગ કરી મનરેગા યોજનાના સરકારી નાણાનો પોતાના અંગત લાભો માટે સરકારી નાણા રૂ.3 કરોડ 30 લાખ 26 હજાર 548ની ઉચાપત કરી સરકાર સામે વિશ્વાસઘાત ઠગાઈ કરી એક બીજાને મદદ કરી ગુનો અંગેની જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.
જેમાં 4 કરાર આધારિત કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે જેમા શક્તિસિંહ ઘનશ્યામ સિંહ જાડેજા આસિસ્ટન પ્રોગ્રામ ઓફિસર મનરેગા શાખા રે.જાફરાબાદ વિમલ સિંહ એન.બચન હિસાબી સહાયક મનરેગા યોજના રે.અમરેલી
જીજ્ઞેશ રમેશભાઈ વડીયા એમ.આઈ.એસ મનરેગા રે.જાફરાબાદ અશ્વિન ભૂપતભાઈ શિયાળ રે.વાંઢ ટેક્નિકલ આસિસ્ટન મનરેગા યોજના નો સમાવેશ થાય છે. આ ચારેય કરાર આધારિત કર્મચારીઓ જે તે સમયે કર્મચારીઓ હતા તેના આધારે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાય છે. આ ફરિયાદ પહેલા તપાસ ટીમની પણ રચના કરવામાં આવી હતી. જોકે આ તપાસ છેલ્લા 4 વર્ષથી ચાલતી હતી પરંતુ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આ કૌભાંડ એટલું ગૂંચવાયેલું હોવાને કારણે અધિકારીઓ અટવાઇ જતા હતા જેના કારણે ખૂબ સમય લાગ્યો હતો આ કોભાંડ ની તપાસ 36 જેટલા ગામડાના સરપંચોથી લઈ તલાટી મંત્રી તાલુકા વિકાસ અધિકારી સુધી કરવામાં આવશે એમ જાણવા મળેલ છે..